ફૂટબોલ 'કિંગ' લિયોનેલ મેસ્સી 14 વર્ષ પછી ફરશે ભારત પરત !
વિશ્વપ્રસિદ્ધ ફૂટબોલર લિયોનેલ મેસ્સી આ વર્ષની અંતિમ મહિનામાં ભારતની મુલાકાત લેશે, અને તેમણે પોતાની આ મુલાકાતની આધિકારિક પુષ્ટિ પણ આપી છે. મેસ્સી છેલ્લે 2011માં ભારત આવ્યા હતા, અને લગભગ 14 વર્ષ બાદ ફરી એકવાર ભારત આવવાનો અવસર મળશે. મેસ્સીએ ભારત યાત્રા અંગે પોતાની ભાવનાઓ વ્યક્ત કરતા કહ્યું હતું કે: ભારત જેવા ફૂટબોલ-પ્રેમી દેશમાં પાછા ફરવું મારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. તેમનું કહેવું છે કે ભારત મારા માટે એક ખાસ સ્થાન ધરાવતો દેશ છે.
લિયોનેલ મેસ્સી એકથી વધુ કાર્યક્રમોમાં રહેશે હાજર
આર્જેન્ટિનાના આ ફૂટબોલ સુપરસ્ટારની યાત્રા દરમિયાન મેસ્સી અનેક પ્રોગ્રામ્સમાં ભાગ લેશે. અહીં મીટ-એન્ડ-ગ્રીટ સેશન, કોન્સર્ટ, ફૂડ ફેસ્ટિવલ, ફૂટબોલ માસ્ટરક્લાસ, અને મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે પેડલ શો જેવા ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. મેસ્સીનો ખાસ કોન્સર્ટ કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાવાનો છે, જ્યાં તે બીજી વખત સ્ટેજ શૅર કરશે. આ કોન્સર્ટ GOAT કોન્સર્ટ અને GOAT Tourનો ભાગ રહેશે અને તે 13 ડિસેમ્બરના રોજ આયોજનમાં આવશે. આ પ્રવાસ 15 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત સાથે સમાપ્ત થશે.
ટિકિટ ભાવ?
GOAT Tour દરમિયાન લિયોનેલ મેસ્સી ભારતના કેટલાક મોટા ખેલદિગ્ગજો સાથે પણ મુલાકાત કરશે. જેમ કે સૌરવ ગાંગુલી, બૈચુંગ ભૂટિયા અને લિએન્ડર પેસ સાથે મેદાન શૅર કરવાની શક્યતા છે. આ યાત્રાને યાદગાર બનાવવા માટે, દુર્ગા પૂજાના સમયગાળામાં 25 ફૂટ ઊંચું મેસ્સીનું ભીંતચિત્ર અને અત્યાર સુધીનું સૌથી મોટું મેસ્સી પ્રતિમા લોન્ચ કરવાની યોજના પણ ઘડી છે. ટિકિટ કિંમત અંગે આયોજકો તરફથી સંકેત મળ્યો છે કે, કાર્યક્રમોની ટિકિટનો દર રૂ. 3,500થી શરૂ થવાનો અંદાજ છે.
