Loading...

વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર બર્નાર્ડ જુલિયનનું નિધન : 75 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ ઓલરાઉન્ડર બર્નાર્ડ જુલિયનનું શનિવારે (5 ઓક્ટોબર) ઉત્તર ત્રિનિદાદના વાલ્સેન શહેરમાં 75 વર્ષની વયે અવસાન થયું. તેઓ 1975ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ હતા.જુલિયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 24 ટેસ્ટ અને 12 વનડે રમી, 68 વિકેટ લીધી અને 952 રન બનાવ્યા.

1975ના વર્લ્ડ કપ ફાઇનલમાં બનાવ્યા હતા અણનમ 26 રન 

1975ના વર્લ્ડ કપમાં, જુલિયને ગ્રુપ સ્ટેજમાં શ્રીલંકા સામે 20 રન આપીને 4 વિકેટ લીધી હતી. ત્યારબાદ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે 27 રન આપીને 4 વિકેટ લીધી હતી. ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે પણ તેણે 37 બોલમાં અણનમ 26 રન બનાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય કારકિર્દી અચાનક થઈ ગઈ સમાપ્ત

 તેઓ 1970થી 1977 સુધી ઇંગ્લિશ કાઉન્ટી ટીમ કેન્ટ માટે પણ રમ્યા હતા. જોકે, 1982-83માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયા ત્યારે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી ગયું. તે સમયે દક્ષિણ આફ્રિકામાં રંગભેદ ચરમસીમાએ હતો. તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલી વેસ્ટ ઇન્ડિઝ ટીમનો ભાગ હતા.

એક નિવેદનમાં, ક્રિકેટ બોર્ડ ઓફ ધ વેસ્ટ ઈન્ડિઝ (CWI)ના પ્રમુખ ડૉ. કિશોર શેલોએ જણાવ્યું હતું કે, "જ્યારે આપણે બર્નાર્ડ જુલિયનનું સન્માન કરીએ છીએ, ત્યારે આપણે તે સમયની ઘટનાઓને સમજણથી જોવી જોઈએ, બાકાત રાખીને નહીં. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝ હંમેશા તેમના યોગદાનને યાદ રાખશે. તેમણે જે વારસો છોડી દીધો છે તે હંમેશા જીવંત રહેશે."

Image Gallery