PM મોદી પહોંચ્યા યશોભૂમિ, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસનું કરશે ઉદ્ઘાટન, એશિયાનો સૌથી મોટો ટેક ઇવેન્ટ
PM મોદી બુધવારે દિલ્હીના યશોભૂમિ ખાતે ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ (IMC) 2025 ના 9મા સંસ્કરણનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. IMC 2025 એશિયાનો સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેકનોલોજી કાર્યક્રમ છે.
તે 8 થી 11 ઓક્ટોબર સુધી ચાલશે. તે ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ "ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ" છે.ભારત અને વિદેશની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને નિષ્ણાતો નવી ટેકનોલોજી રજૂ કરશે. આ વર્ષે, ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં 1.5 લાખથી વધુ સ્પીકર્સ, 7,000થી વધુ ગ્લોબલ ડેલિગેટ્સ અને 150થી વધુ દેશોની 400થી વધુ કંપનીઓ ભાગ લેશે.
6G, AI અને સાયબર સુરક્ષા જેવા વિષયો પર ચર્ચા
આ કાર્યક્રમમાં 6G, AI અને સાયબર સુરક્ષા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે. IMC-2025 8 થી 11 ઓક્ટોબર સુધી ચાલશે. તેનું આયોજન ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ "ઇનોવેટ ટુ ટ્રાન્સફોર્મ" છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન્સ, ટેલિકોમમાં સેમિકન્ડક્ટર્સ, ક્વોન્ટમ કોમ્યુનિકેશન્સ, 6G અને ફ્રોડ રિસ્ક ઈન્ડિકેટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે. જે આગામી પેઢીનીકનેક્ટિવિટી, ડિજિટલ સાર્વભૌમત્વ, સાયબર ફ્રોડ રોકવું અને વૈશ્વિક ટેકનોલોજી નેતૃત્વમાં ભારતની વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છે.
