Loading...

ભારત-યુકેના PM વચ્ચે કરાર: નવ બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં ખોલશે કેમ્પસ

નવ બ્રિટિશ યુનિવર્સિટી ભારતમાં કેમ્પસ ખોલશે. બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે મુંબઈમાં આ જાહેરાત કરી હતી. સ્ટાર્મર અને પીએમ મોદીએ ગુરુવારે સવારે વાતચીત દરમિયાન વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. UNSCમાં બ્રિટન ભારતના કાયમી સભ્યપદને સમર્થન આપશે.

આ વર્ષે જુલાઈમાં લંડનની તેમની મુલાકાત દરમિયાન, બંને દેશોએ વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કર્યા હતા. મોદીએ કહ્યું કે આ કરાર બંને દેશો વચ્ચે આયાતને સરળ બનાવશે, વેપારને વેગ આપશે અને યુવાનોને રોજગારી પૂરી પાડશે.

બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિક, પશ્ચિમ એશિયા અને યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા કરી. સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં, ભારત અને યુકેએ સૈન્ય પ્રશિક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત ભારતીય વાયુસેનાના ફ્લાઈંગ પ્રશિક્ષકો હવે બ્રિટનના રોયલ એરફોર્સમાં ટ્રેનર તરીકે કામ કરશે.

PM મોદીએ સ્ટાર્મર સાથેની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન વેપાર, સુરક્ષા, ટેક્નોલોજી અને શિક્ષણ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાએ 'વિઝન 2035' હેઠળ ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.

Image Gallery