Loading...

પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનું ગુજરાત ભ્રમણ: મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી, ઢોલ-નગારાની ગુંજ સાથે ભવ્ય સ્વાગત

ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા 10 ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરીને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો. તેઓ સવારે અંબાજીમાં દર્શન કર્યા. ત્યાર બાદ તેઓ પાલનપુર, ઊંઝામાં ઉમિયામાતાજીના દર્શન કરશે, અને મહેસાણા થઈને સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

પ્રવાસ દરમિયાન તેઓ કુલ 6 જેટલા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધશે, જેમાં 11 ઓક્ટોબરે સુરતમાં સી.આર. પાટીલ અને 14 ઓક્ટોબરે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. પ્રદેશ પ્રમુખ ફૂલહારને બદલે વિદ્યાભ્યાસના ચોપડા અને પુસ્તકો સ્વીકારવાની નવી પહેલ કરી છે, જે જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે.

સર્કલ પરના ઉષ્માભર્યા સ્વાગત બાદ, પ્રદેશ પ્રમુખ જગતજનની અંબાના મંદિર પહોંચ્યા હતા. મંદિર પરિસરમાં તેમણે ધાર્મિક વિધિઓ સાથે પૂજા-અર્ચના કરી. સૌપ્રથમ તેમણે માતાજીના દર્શન કર્યા અને ત્યાર બાદ ગણપતિ દાદાના પણ દર્શન કર્યા હતા.

આ ઉપરાંત, તેમણે માતાજીની ગાદી પર જઈને પરંપરા મુજબ ભટજી મહારાજ પાસેથી આશીર્વાદ પણ મેળવ્યા હતા. ધાર્મિક કાર્યક્રમમાં આગળ વધતાં, જગદીશ વિશ્વકર્મા મંદિરના ચાચર ચોકમાં આવેલી યજ્ઞશાળામાં આયોજિત પૂજા વિધિમાં પણ સહભાગી થયા હતા.જગદીશ વિશ્વકર્માનું 51 શક્તિપીઠ સર્કલ પર ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખનું સ્વાગત ઢોલ-નગારાના ગુંજ સાથે કરવામાં આવ્યું હતું.

અંબાજીથી પ્રવાસ શરૂ કરી સાંજે મહેસાણા પહોંચશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આજે 10 ઓક્ટોબરથી અંબાજી ખાતે માતાજીના દર્શન કરી અને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે. સવારે 9 વાગ્યે અંબાજી માતાજીનાં મંદિરે દર્શન કરશે. ત્યાર બાદ સવારે 11 વાગ્યે પાલનપુર ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જ્યાંથી તેઓ પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા આગેવાનો સાથે ભોજન લઈ બપોરે ઊંઝા જવા રવાના થશે, જ્યાં બપોરે 3 વાગ્યે ઉમિયા માતાજીના દર્શન કરી સાંજે 4 વાગ્યે મહેસાણા પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.

અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન જીલશેમહેસાણાથી કલોલ સુધી યાત્રા દરમિયાન આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે બજારની દુકાનોમાં GSTમાં રાહતને અનુલક્ષીને સ્ટિકર ચોંટાડવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 7.15 વાગ્યે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે યોજાનારા નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

યાત્રા દરમિયાન આવતા અનેક ધાર્મિક સ્થળોએ દર્શન કરશે ગુજરાત પ્રવાસ તેમજ 06 જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. યાત્રા દરમિયાન આવતા અનેક ધાર્મિક સ્થળોએ દર્શન પણ કરશે. વિશેષમાં અભિવાદન માટે શુભેચ્છકો ફૂલહાર, ફૂલબુકે અથવા તો મોમેન્ટો ભેટ સ્વરૂપે આપે છે, પરંતુ એક નવી પહેલ થકી પ્રદેશ પ્રમુખ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા મહાસંમેલન તેમજ અભિવાદનમાં વિધ્યાભ્યાસના ચોપડા તેમજ પુસ્તકો સ્વીકારશે. તેમજ આ તમામ ચોપડા જરૂરિયાતમંદ બાળકો/વિધ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

6 જેટલા મહાસંમેલનોમાં કાર્યકર્તાઓને કરશે સંબોધિત 

11 ઓકટોબરે સુરતના તાપીમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય જળશક્તિ મંત્રી તેમજ પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. 14 ઓકટોબરે વડોદરા શહેરમાં રેલી સ્વરૂપે કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. ત્યારબાદ કાર્યકર્તા મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. 15 ઓકટોબરે રાજકોટ શહેર/જિલ્લા તેમજ મોરબી જિલ્લાના સંયુક્ત કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે.

17 ઓકટોબરે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તા મહાસંમેલન

બાવળા, બગોદરા, લીમડી, સાયલા, ચોટીલા, કૂવાડવા યાત્રામાં આવતા અનેક ગામોમાં કાર્યકર્તાઓનું અભિવાદન જીલશે. 17 ઓકટોબરે અમદાવાદ ખાતે લેઉવા પટેલ સમાજ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે કાર્યકર્તા મહાસંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સમગ્ર પ્રવાસ કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે રાજકોટ જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, ગુજરાત ભાજપ પ્રદેશ સહપ્રવક્તા ડૉ.ઋત્વિજ પટેલ અને ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઇ રહેશે.

 

Image Gallery