રાજસ્થાન અને મધ્યપ્રદેશના શહેરોમાં 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું તાપમાન
જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં થઈ રહી છે. ઉત્તર તરફ પવનની દિશામાં ફેરફાર થવાથી ઠંડીમાં વધારો થયો છે.હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી ગયું છે. સવારે ઠંડા પવનો અને હળવું ધુમ્મસ પણ ફેલાઈ ગયું છે.
મધ્યપ્રદેશનું રાજગઢ સૌથી ઠંડુ સ્થળ
જ્યાં લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભોપાલનું લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 18 ડિગ્રી સેલ્સિયસ થયું હતું, જે સામાન્ય કરતાં 2.4 ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું.રાજસ્થાનના સિરોહીમાં પણ રાત્રિનું તાપમાન 15.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સીકરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ, પિલાનીમાં 16.6 ડિગ્રી સેલ્સિયસ અને અજમેરમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
શિમલામાં લઘુત્તમ તાપમાન 9.8°C અને મનાલીમાં 7.7°C નોંધાયું
સતત ચાર દિવસ વરસાદ અને હિમવર્ષા બાદ, ગુરુવારે હિમાચલ પ્રદેશમાં હવામાન સ્વચ્છ રહ્યું. જોકે, કુલ્લુ, લાહૌલ સ્પીતિ, કિન્નૌર, ચંબા, મંડી, કાંગડા અને શિમલા બરફથી ઢંકાયેલા રહ્યા.લાહૌલ-સ્પિતિના કીલોંગમાં ગઈકાલે સૌથી ઓછું તાપમાન -1°C નોંધાયું હતું. કુકુમસેરીમાં -0.9°C નોંધાયું હતું. શિમલામાં લઘુત્તમ તાપમાન 9.8°C અને મનાલીમાં 7.7°C નોંધાયું હતું.
મનાલી-લેહ હાઇવે દારચા અને સરચુ વચ્ચે સતત ચોથા દિવસે બંધ રહ્યો હતો. ભારે હિમવર્ષાને કારણે કોકસરથી પાલચન, રોહતાંગ પાસથી મનાલી અને કોકસરથી કુન્ઝુમ ટોપ સુધીના રસ્તાઓ પણ બંધ રહ્યા હતા.
