Loading...

કુર્લા પશ્ચિમમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ :મોડી રાત્રે લાગી હતી ભીષણ આગ

રવિવાર અને સોમવાર રાત્રે મુંબઈના કુર્લા પશ્ચિમ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગ ઝડપથી અનેક દુકાનોને પોતાની ઝપેટમાં લઈ ગઈ હતી. માહિતી મળતાં જ ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આગ લાગવાનું કારણ અકબંધ

આગ લાગવાનું કારણ હાલમાં જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની આશંકા છે. લાખો રૂપિયાનો માલ નાશ પામ્યો છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિ થઈ નથી. પોલીસે તપાસ શરૂ કરી છે અને આસપાસના વિસ્તારને સલામતી માટે બેરિકેડ કરવામાં આવ્યો છે.

અનેક દુકાનો આગની ઝપેટમાં 

આગની ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં દુકાનોમાં ભારે આગ લાગી છે અને આગની જ્વાળાઓ ઉંચી થઈ રહી છે. આગને કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકોનું ટોળું ઘટનાસ્થળે ઝડપથી એકત્ર થઈ ગયું હતું.સોમવારે વહેલી સવારે કુર્લા (પશ્ચિમ) મુંબઈના કાપડિયા નગરમાં ઓટોમોબાઈલ સ્પેરપાર્ટ્સ અને સ્ક્રેપ મટિરિયલ્સ વેચતા એક વેરહાઉસમાં ભીષણ આગ લાગી હતી. આગ લગભગ 2:42 વાગ્યે લાગી હતી. મુંબઈ ફાયર બ્રિગેડ (MFB) એ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

ખારઘર વિસ્તારમાં પણ લાગી હતી આગ

ખારઘરમાં એક રહેણાંક મકાનમાં પણ આગ લાગી હતી. નોંધનીય છે કે ગઈકાલે, રવિવારે, નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં આગ લાગી હતી. રેપિડ એક્શન ફોર્સ (RAF) એ ત્રણ મહિલાઓ સહિત સાત લોકોને બચાવ્યા હતા. 

રવિવારે બપોરે 12:50 વાગ્યે 19 માળની ટ્રાઈસિટી સિમ્ફની ઇમારતમાં આગ લાગી હતી. બચાવકર્તાઓએ 17મા અને 18મા માળેથી લોકોને બહાર કાઢ્યા. અધિકારીઓએ જણાવ્યું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. બધા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

 

 

Image Gallery