અમેરિકામાં વિમાન રસ્તા પર પડ્યું, 2નાં મોત, ભયંકર બ્લાસ્ટ બાદ થયા 2 ટુકડા
રવિવારે અમેરિકાના ટેક્સાસમાં એક મોટો અકસ્માત થયો, જ્યારે એક વિમાન ટ્રક સાથે અથડાયું. ટેક્સાસના ટેરેન્ટ કાઉન્ટીમાં હિક્સ એરફિલ્ડ નજીક વિમાન ક્રેશ થયું અને 18 પૈડાવાળા ટ્રક અને ટ્રેલર સાથે અથડાયું. અકસ્માતમાં વિમાનમાં આગનો ગોળો બની ગયું. ટ્રકો પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર બંને લોકોના મોત થયા. હિક્સ એરફિલ્ડ ટેક્સાસના ફોર્ટ વર્થમાં એક ખાનગી એરપોર્ટ છે, જ્યાંથી વિમાને ઉડાન ભરી હતી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
વિમાન પાર્ક કરેલા ટ્રકો સાથે અથડાયું
ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટે સીબીએસ ટેક્સાસને જણાવ્યું હતું કે વિમાન 18-વ્હીલર અને ટ્રેલર સાથે અથડાયું હતું, ઘટનાને નજરેજોનારના જણાવ્યા મુજબ નજીકના કાફેમાં કામ કરતા હતા. તે જ ક્ષણે, તેઓએ એક જોરદાર વિસ્ફોટ સાંભળ્યો. તેઓએ એક વિમાનને પાર્ક કરેલા ટ્રકો સાથે અથડાતું જોયું. ત્યારબાદ આકાશમાં ધુમાડાના ગોટા છવાઈ ગયા. અકસ્માત બાદ, સ્થાનિક અધિકારીઓ અને સંબંધિત એજન્સીઓ કારણની તપાસ કરી રહી છે.
સતત બની રહી છે અકસ્માતોની ઘટના
ટેક્સાસના ટેરેન્ટ કાઉન્ટીના ફોર્ટ વર્થમાં હિક્સ એરફિલ્ડ નજીક થયેલા વિમાન દુર્ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેમાં વિમાન ટ્રકો સાથે અથડાઈને આગનો ગોળો બનતું દેખાય છે. દુર્ઘટનામાંથી કાળા ધુમાડાના ગોટેગોટા જોઈ શકાતા હતા. અકસ્માત બાદ, લોકોએ ખાનગી વિમાનોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.
હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ખાનગી જેટ ક્રેશ થવાની ઘણી ઘટનાઓ બની છે. બે લોકોને લઈ જતા ખાનગી જેટ યુએસમાં સામાન્ય છે. હાલમાં આ વિમાનો ક્રેશ થવાની ઘણી ઘટનાઓ નોંધાઈ છે. આ કારણે, અમેરિકામાં તેમના ઉપયોગ અને સલામતી અંગે ચર્ચા જોવા મળી રહી છે.
