લાલ નિશાન પર ખુલ્યું માર્કેટ : સેન્સેક્સમાં 393 પોઇન્ટનો ઘટાડો,નિફ્ટી 80 પોઈન્ટ ઘટીને 25,200 પર
અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવાર, 13 ઓક્ટોબર, સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટ ઘટીને 82,200 પર ટ્રેડ થયો. નિફ્ટી પણ લગભગ 100 પોઈન્ટ ઘટીને 25,200 પર ટ્રેડ થયો.સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેર ઘટ્યા હતા. ટાટા મોટર્સ, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોસિસના શેર 1% સુધી ઘટ્યા હતા. એશિયન પેઇન્ટ્સ, ઝોમેટો અને એરટેલના શેરમાં ઉછાળો આવ્યો હતો.
આ દરમિયાન, નિફ્ટીના 50 માંથી 36 શેરોમાં ઘટાડો થયો. NSE પર IT, મેટલ, રિયલ્ટી અને ઓઇલ અને ગેસ સેક્ટરમાં 1% સુધીનો ઘટાડો થયો. હેલ્થકેર અને મીડિયા સેક્ટરમાં સ્થિર વેપાર થયો.
ગ્લોબલ માર્કેટમાં ઘટાડો, એશિયન બજારોમાં 3% થી વધુ ઘટાડો
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 1.01% ઘટીને 48,088 પર અને કોરિયાનો કોસ્પી 1.26% ઘટીને 3,564 પર ટ્રેડ કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 3.14% ઘટીને 25,463 પર અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.30% ઘટીને 3,846 પર ટ્રેડ કરી રહ્યો હતો.
- 10 ઓક્ટોબરના રોજ યુએસ ડાઉ જોન્સ 1.90% ઘટીને 45,480 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 3.56% અને એસ એન્ડ પી 500 2.71% ઘટ્યો.
FIIએ 10 ઓક્ટોબરે રૂ. 1,708 કરોડના શેર ખરીદ્યા
- 10 ઓક્ટોબરના રોજ વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. 459.20 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. 1,707.83 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
- ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ₹213.04 કરોડના શેર વેચ્યા છે, જ્યારે સ્થાનિક રોકાણકારોએ આ સમયગાળા દરમિયાન ₹11,797.01 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.
- સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ ₹35,301.36 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક રોકાણકારોએ ₹65,343.59 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
