Loading...

શેરબજાર પર દિવાળી તહેવારની અસર, બજાર ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીની ધમાકેદાર શરૂઆત

બજાર ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીની ધમાકેદાર શરૂઆત થઈ.  સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા. સવારે 9.30 કલાકે સેન્સેક્સ +153.78 (0.19%)ના ઉછાળા સાથે 82,480.83 અંકે ખૂલ્યો. જયારે આ જ સમયે નિફ્ટી +58.00 (0.23%)ના ઉછાળા સાથે 25,285.35ના અંકે ખૂલ્યો

શેરબજારની સકારાત્મક શરૂઆત

શેરબજાર સપ્તાહના બીજા દિવસે સકારાત્મક રીતે ખુલ્યું.  દિવાળી તહેવારને લઈને આગામી દિવસોમાં ચોપડા પૂજન અને ધનતરેસને લઈને લોકો ધૂમ ખરીદી કરી રહ્યા છે. બજારમાં દિવાળીની અસર જોવા મળી.  આજે  ટેક મહિન્દ્રા, HCL ટેક, ONGC, શ્રીરામ ફાઇનાન્સ અને ઇન્ફોસિસ ટોચના નિફ્ટી ગેઇનર્સમાં સામેલ છે, જેમાં 1.18 થી 1.79 ટકાનો વધારો થયો છે. જયારે ડૉ. રેડ્ડીઝ, એક્સિસ બેંક, ટાઇટન, અદાણી પોર્ટ્સ અને HDFC લાઇફ જેવા શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. GIFT નિફ્ટી 25,312 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના પાછલા બંધ કરતા લગભગ 3 પોઈન્ટનો પ્રીમિયમ હતો, જે ભારતીય શેરબજાર સૂચકાંકો માટે સારું ઓપનિંગ સૂચવે છે.