Loading...

પુષ્ય નક્ષત્ર પહેલાં જ સોના-ચાંદીએ ફરી તોડ્યો રેકોર્ડ,

પુષ્ય નક્ષત્રના એક દિવસ પહેલાં 13 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા હતા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2,244 વધીને ₹ 1,23,769 થયો છે. શુક્રવારે અગાઉ એ ₹1,21,525 હતો. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,25,450 થયો છે. 

આ દરમિયાન ચાંદીના ભાવ એક જ દિવસમાં ₹8,625 વધીને ₹1,73,125 પ્રતિ કિલો થયો છે. શુક્રવારે ચાંદીનો ભાવ ₹1,64,500 હતો.

આ વર્ષે સોનું ₹47,607 અને ચાંદી ₹87,108 મોંઘાં થયાં

  • આ વર્ષે અત્યારસુધીમાં સોનાના ભાવમાં આશરે ₹47,607નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹76,162 હતો, જે હવે વધીને ₹1,23,769 થયો છે.
  • આ દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹87,108નો વધારો થયો છે. એક કિલોગ્રામ ચાંદીનો ભાવ, જે 31 ડિસેમ્બર, 2024ના રોજ ₹86,017 હતો, એ હવે વધીને ₹1,52,700 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે.​​​​​

સોનાની કિંમત 1.55 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે

ગોલ્ડમેન સૅક્સના હાલના અહેવાલ મુજબ, બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5,000 રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દૃષ્ટિએ, વર્તમાન એક્સચેન્જ દરે આ ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹155,000 થશે. બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ ₹144,000 સુધી પહોંચી શકે છે.

સોનાના ભાવ વધવાનાં ત્રણ મુખ્ય કારણ

  • તહેવારોની મોસમમાં માંગ: દિવાળી અને ધનતેરસ દરમિયાન સોનાની ખરીદી શુભ માનવામાં આવે છે. સોનામાં ભાવવધારો હોવા છતાં ખરીદીમાં વધારો જોવા મળ્યો છે.
  • ભૂરાજકીય તણાવ: મિડલ ઈસ્ટમાં ઊથલપાથલ અને ટ્રેડવોરની ચિંતાને કારણે રોકાણકારો સોનું ખરીદી રહ્યા છે. યુએસ નીતિઓ અંગે અનિશ્ચિતતા છે.
  • સેન્ટ્રલ બેંક ખરીદી: વિશ્વભરની મોટી બેંકો ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી તેઓ તેમની તિજોરીમાં સોનાનો હિસ્સો સતત વધારી રહી છે.

ચાંદીના ભાવ 4 કારણસર વધી રહ્યા છે

  • સોનાની જેમ દિવાળી અને કરવાચોથ જેવા તહેવારોને કારણે ચાંદીની માગમાં વધારો થયો છે.
  • રૂપિયાની નબળાઈને કારણે ઈમ્પોર્ટ ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.
  • ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ જેવા ઉદ્યોગોમાં ચાંદીની વધતી માગને કારણે પણ કિંમતોમાં વધારો થયો.
  • વૈશ્વિક સ્તરે ચાંદીના પુરવઠામાં અછતને કારણે પણ ભાવમાં વધારો થયો