Loading...

નડિયાદ-આણંદ રોડ પર લક્ઝરી બસ ભડકે બળી : પાવાગઢથી બાવળા જતી બસમાં અચાનક લાગી આગ

નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવે બ્રિજ પર મોડી રાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું

પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડી રાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જોકે, બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા. જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.

બસ સંપૂર્ણપણે બળીને ખાખ 

આગ કયા કારણોસર લાગી તે બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Image Gallery