Loading...

ઓસ્ટ્રેલિયન પ્લેયર્સે ભારત-પાક. હેન્ડશેક વિવાદની ઉડાવી મજાક :47 સેકન્ડના વીડિયોમાં કર્યા અપમાનજનક ઈશારા

ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોએ ભારત-પાકિસ્તાન હાથ મિલાવવાના વિવાદની મજાક ઉડાવી છે. એક વીડિયોમાં ઓસ્ટ્રેલિયાના ટોપ પ્લેયર્સ, જેમાં કેપ્ટન મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, જોશ હેઝલવુડ અને એલિસા હીલીનો સમાવેશ થાય છે, હાથ મિલાવવાના નામે અપમાનજનક હરકતો કરતા જોવા મળે છે.

આ વીડિયો ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ ચેનલ કાયો સ્પોર્ટ્સ દ્વારા X પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, વિવાદ બાદ તેને ડિલીટ કરી દેવામાં આવ્યો હતો. કાયો સ્પોર્ટ્સ વીડિયોથી ભારતીય ચાહકો ગુસ્સે ભરાયા હતા, કેટલાક લોકોએ તેને અસંવેદનશીલ મજાક ગણાવી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા ODI સિરીઝ 19 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

વીડિયોની શરૂઆતમાં એન્કર કહે છે, "આપણે બધા જાણીએ છીએ કે ભારતીય ટીમ આવી રહી છે. તેઓ એક મહાન ટીમ છે, પરંતુ અમે તેમની સૌથી મોટી નબળાઈ શોધી કાઢી છે." પછી, અન્ય એક એન્કર ઉમેરે છે, "આપણે જાણીએ છીએ કે તેમને પરંપરાગત અભિવાદન (હાથ મિલાવવા) પસંદ નથી, તો મેચ શરૂ થાય તે પહેલાં જ તેમને મૂંઝવણમાં કેમ ન મૂકીએ?"

આગળ, ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, જોશ હેઝલવુડ અને મહિલા ખેલાડીઓ એલિસા હીલી, ગ્રેસ હેરિસ અને એલાના કિંગ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કેવી રીતે કરવું તે અંગે ચર્ચા કરતા બતાવવામાં આવ્યા છે. કેટલાક ખેલાડીઓ હાઇ-ફાઇવ આપી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેમના મસલ્સ બતાવી રહ્યા છે. કેટલાક ખેલાડીઓ તો અપમાનજનક ઈશારા પણ કરે છે, જેના પર પછી હાંસી ઉડાવે છે.

Image Gallery