Loading...

અમદાવાદની નવી ઓળખ, SG હાઈવે પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે

ગાંધીનગરના ચ-0 સર્કલથી સનાથલ સુધીના 34 કિલોમીટરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર એક પણ સિગ્નલ નહીં હોય. એસજી હાઈવે રાજ્યનો પહેલો સિગ્નલ ફ્રી હાઈવે બનશે, જે બે શહેરને જોડશે. ગાંધીનગરથી સૌરાષ્ટ્ર તરફ જતા લોકો ગાંધીનગરથી નીકળ્યા બાદ સીધા સનાથલ સુધી નોન સ્ટોપ પહોંચી શકશે. અંદાજ મુજબ સમગ્ર પ્રોજેક્ટમાં માત્ર બ્રિજ તૈયાર કરવામાં જ 850 કરોડનો ખર્ચ થશે. સમગ્ર રૂટ તૈયાર થયા બાદ લોકોને ઇંધણની સાથે સમયનો પણ બચાવ થશે.

અત્યાર સુધી વિવિધ જંક્શનોને બાયપાસ કરતા 13 ફ્લાઇઓવર બની ચૂક્યા છે. જ્યારે કર્ણાવતી ક્લબ, પ્રહ્લાદ નગર, વાયએમસીએને જોડતો એલિવેટેડ કોરિડોર તૈયાર કરાશે, જેનું કામ હાલમાં ચાલી રહ્યું છે. આ ઉપરાંત નર્મદા કેનાલને ક્રોસ કરતા રોડને પહોળો કરીને 4 માર્ગીય તૈયાર કરાશે. આ ઉપરાંત આ હાઇવેને આગળ પણ સિગ્નલ ફ્રી કરવા ચિલોડા પાસે સાબરમતી બ્રિજ પર ફોર લેન રોડ તૈયાર કરાશે. આવનારા સમયમાં સનાથળ પર તૈયાર થનારા કેબલ બ્રિજને કારણે સનાથળ બ્રિજ પર પણ ઊભા રહેવાની જરૂર રહેશે નહીં. હાલના લેકાવાડાથી ઉજાલા સુધીના રોડને 1978માં નેશનલ હાઈવે 8સી તરીકે જાહેર કરાયો હતો. ત્યાર બાદ વર્ષ 2010માં આ રોડને નેશનલ હાઈવે 147 તરીકેની માન્યતા આપવામાં આવી હતી.

હાલની સ્થિતિ ઇસ્કોન ઉતરતા નવો કોરિડોર. કર્ણાવતી, પ્રહલાદનગર, YMCA પાર કરીને સાણંદ ઓવર બ્રિજ પહેલાં ઉતરશે.

હાલની સ્થિતિ છારોડી જંક્શન પર નિરમા યુનિ.થી શરૂ કરીને છારોડી જંક્શન પાર કરીને ગોતા સાઇડમાં 750 મીટર લાંબો બ્રિજ તૈયાર કરાશે.

હાલની સ્થિતિ નર્મદા કેનાલને ક્રોસ કરતાં હાઈવે પર ટુ-વેને વધારીને ફોર લેન કરી દેવાશે. હાલમાં કેનાલ પરથી જવા માટે નાના રોડ છે.

હાલની સ્થિતિ ચ-0 સર્કલ સુધી નોન સ્ટોપ વ્હીકલ ચલાવી શકો છો. બાજુમાં મેટ્રો હોવાથી હાલમાં બ્રિજનું પ્લાનિંગ નથી.

હાલની સ્થિતિ આ બ્રિજના રોડ આબુ તરફ જનારા રોડને જોડે છે. સાથે આ સર્કલને પતંગિયા આકારમાં રોડ તૈયાર કરવામાં આવ્યા છે.

હાલની સ્થિતિ એસજી હાઈવેથી રિંગ રોડ પર જતા અને આવતા લોકો માટે સરળતા રહે છે. ફ્લાય ઓવર અને અંડરપાસ બંને છે.

હાલની સ્થિતિ થલતેજ મેટ્રો ટ્રેકની નીચે ક્રોસિંગ માટે રોડ અને નીચે થલતેજ અંડર પાસ છે. જે થલતેજથી શરૂ થઈને પકવાન સર્કલ સુધીનો છે.

હાલની સ્થિતિ આંબલી તરફ જનારાં વાહનો માટે ઇસ્કોન બ્રિજ પર ડબલ ડેકર બ્રિજની જાહેરાત કરાઇ છે. આવનારા સમયમાં તેનું કામ ચાલુ થશે.

હાલની સ્થિતિ ખોડિયાર ડેપો, અદાણી સર્કલ પર બ્રિજથી મોટાં વાહનોને મુખ્ય રોડ પર ચડવામાં કોઈ મુશ્કેલી આવતી નથી.

ટ્રાફિક ફ્રી કરવા હાઈવે પર કુલ 26 સિગ્નલ પર ફ્લાયઓવર હશે 

{ લેકાવાડા, ઍરફોર્સ સ્ટેશન, સરકિટ હાઉસ, ઇફ્કો, સરગાસણ, ઉવારસદ, અડાલજ, ખોડિયાર કન્ટેનર યાર્ડ, વૈષ્ણવદૈવી, ગોતા ચાર રસ્તા, ભાગવત વિદ્યાપીઠ, સોલા સિવિલ, કારગિલ પેટ્રોલ પંપ, જનતા નગર ચાર રસ્તા, ઝાયડસ ચાર રસ્તા, થલતેજ ચાર રસ્તા, ગુરુદ્વારા સર્કલ, પકવાન જંક્શન, ઇસ્કોન, કર્ણાવતી ચાર રસ્તા, પ્રહલાદનગર ચાર રસ્તા, વાયએમસીએ ચાર રસ્તા, સાણંદ ચોકડી, ઉજાલા ચોકડી.

આ તબક્કામાં તૈયાર થયો સરખેજ-ગાંધીનગર હાઈવે 

{ 2007-08માં અડાલજનો બ્રિજ તૈયાર કરાયો. 2009માં ઇસ્કોન સર્કલ પર બ્રિજ તૈયાર કરાયો, 2012માં ગોતા ચાર રસ્તા પર અને 2014માં થલતેજ-ગુરુદ્વારાનો અંડર પાસ બન્યો. 2018થી 23 દરમિયાન 13 ફ્લાયઓવર તૈયાર કરાયા, જેમાં સરગાસણ, વૈષ્ણવદેવી, ગોતા-થલતેજ હતા. હાલમાં કર્ણાવતી ક્લબથી વાયએમસીએ બને છે.