હોંગકોંગ એરપોર્ટ પર દુર્ઘટના:કાર્ગો પ્લેન રનવે પરથી લપસીને સમુદ્રમાં ખાબક્યું,
હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે સવારે લેન્ડિંગ દરમિયાન એક કાર્ગો વિમાન રનવે પરથી લપસી જઈને દરિયામાં ખાબક્યું હતું.
હોંગકોંગ એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, દુબઈથી આવતી આ ફ્લાઇટ સવારે લગભગ 3.50 વાગ્યે (સ્થાનિક સમય) લેન્ડ થઈ રહી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જેઓ એરપોર્ટના ગ્રાઉન્ડ વ્હીકલ પર હતા. જ્યારે વિમાનમાં સવાર ચાર લોકોને બચાવી લેવાયા છે.
બોઇંગ 747-481 તુર્કી કેરિયર એર ACT દ્વારા સંચાલિત હતું અને તે દુબઈના અલ મક્તૂમ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી આવી રહ્યું હતું.
વિમાનમાં સવાર 4 ક્રૂ મેમ્બર્સને બચાવાયા
આ દુર્ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક અહેવાલો મુજબ, એરપોર્ટના ગ્રાઉન્ડ વ્હીકલ પર હાજર બે વ્યક્તિના મોતની પુષ્ટિ થઈ છે. વિમાનમાં સવાર ચાર ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્લેન ટ્રેકિંગ વેબસાઇટ FlightRadar24 મુજબ, જ્યારે વિમાનો પાણી સાથે સ્પર્શ થયો ત્યારે તેની ગ્રાઉન્ડ સ્પીડ લગભગ 49 નોટ્સ હતી. આ અકસ્માત અંગે વધુ તપાસ ચાલી રહી છે.
