દિવાળીની રાતે અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 પાર
20 ઓક્ટોબરના રોજ દિવાળીનો તહેવાર લોકો મનાવી રહ્યા હતા, પરંતુ ફટાકડા ફોડવાના કારણે હવાના પ્રદૂષણમાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં રાત્રે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ) 300 પાર પહોંચી ગયો. એટલે કે, હવા ખૂબ જ ખરાબ અને લોકો માટે જોખમકારક બની ગઈ હતી.
ચાંદખેડા, બોપલ સહિતના વિસ્તારોમાં હવા જોખમકારક
ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું અને લોકો બહાર ફટાકડા ફોડતા હોય અને ત્યારે તેમના શ્વાસમાં આ હવા જવાના કારણે તકલીફ પડે તેવી સ્થિતિ શહેરમાં જોવા મળી હતી. અમદાવાદના વિવિધ વિસ્તારોમાં એર ક્વોલીટી ઇન્ડેક્સ 200થી ઉપર જ જોવા મળ્યો હતો. aqi.in વેબસાઈટ મુજબ શહેરના ચાંદખેડા, નારોલ, બોપલ, શીલજ, સાયન્સ સિટી, ઘાટલોડિયા, થલતેજ સહિતના વિસ્તારોમાં આરોગ્ય માટે જોખમકારક હવા બની હતી. અમદાવાદમાં ફટાકડાનાં કારણે હવામાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું હતું જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી સ્થિતિ ઉભી થઈ હતી.
લોકોને શ્વાસ લેવામાં તકલીફ

રાજ્ય સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી કે, રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે, પરંતુ મોડી રાત સુધી ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે હવામાં ખૂબ પ્રદૂષણ ફેલાયું હતું અને એટલી ખરાબ સ્થિતિ શહેરમાં બની ગઈ છે કે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલી હવા પ્રદુષિત થઈ હતી. નાના બાળકો અને ઉંમરલાયક લોકોને પણ આવી હોવાથી બચવું જોઈએ, પરંતુ અમદાવાદમાં ફટાકડાનું પ્રમાણ એટલું વધારે થયું છે કે હવા ખૂબ પ્રદૂષિત બની ગઈ છે.