Loading...

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં દિવાળી ઊજવી:ભારતીય-અમેરિકનોને પાઠવી શુભકામના

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે દિવાળીની ઉજવણીમાં હાજરી આપી હતી અને આ પ્રસંગે ભારતના લોકો અને ભારતીય-અમેરિકનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

ટ્રમ્પે PM મોદીનાં કર્યાં વખાણ

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી, તેમને "મહાન વ્યક્તિ" અને "મહાન મિત્ર" ગણાવ્યા. તેમણે વેપાર અને પ્રાદેશિક શાંતિમાં અમેરિકા-ભારત સંબંધો પર વાત કરી.

ટ્રમ્પે ભારતના લોકોને પાઠવી  હાર્દિક શુભકામનાઓ

ટ્રમ્પે આ કાર્યક્રમમાં કહ્યું- "હું ભારતના લોકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મેં આજે તમારા વડાપ્રધાન મોદી સાથે વાત કરી. આ વાતચીત ખૂબ જ સારી રહી. અમે વેપાર વિશે વાત કરી... તેમને એમાં ખૂબ જ રસ છે, જોકે અમે થોડા સમય પહેલાં પાકિસ્તાન સાથે યુદ્ધ ન કરવા વિશે વાત કરી હતી. એમાં વેપારનો પણ સમાવેશ થતો હતો, તેથી હું એના વિશે વાત કરી શક્યો અને આપણે પાકિસ્તાન કે ભારત સાથે યુદ્ધમાં નથી. એ ખૂબ જ સારી વાત છે,"

ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા એક મહાન વ્યક્તિ 

અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે તેઓ (પીએમ મોદી) એક મહાન વ્યક્તિ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં મારા સારા મિત્ર બની ગયા છે.