અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભાઇબીજની ઉજવણી
ભાઈબીજ એટલે ભાઈ અને બહેનના અતૂટ પ્રેમનો તહેવાર. ભાઈ-બીજના દિવસકે બહેન ભાઈને ઘરે પોતાના હાથે ભાઈને ભાવતું જમવાનું બનાવી પ્રેમથી જમાડે છે. તો આ શુભ તહેવારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ ભાઈબીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી.તમને જણાવી દઈએ કે, અમદાવાદ જગન્નાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત મંદિર છે. આ મંદિરમાં જગતના નાથ કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા બિરાજમાન છે. જેને લઈ ભાઈબીજે બહેન સુભદ્રા ભાઈ કૃષ્ણ અને બલરામને ભાવથી જમાડે છે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ભાઈબીજના તહેવારની દેશભરમાં પૂજા થાય છે. અમદાવાદમાં પણ જગન્નાથજીના મંદિરમાં પણ ભાઈબીજની ભવ્ય ઉજવણી થઈ.
દેશભરમાં આજે ભાઈબીજના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે... ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે... આ ગુજરાતનું એક માત્ર મંદિર છે,
મંદિરમાં ભાઈબીજની વિશેષ ઉજવણી
જ્યાં ભગવાન જગન્નાથ અને બલરામજી બહેન સુભદ્રાજી એકસાથે બિરાજમાન છે...આ મંદિરમાં ભાઈબીજની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે... ત્યારે આ દિવસ નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે... ઉપરાંત અહીં દર્શનાર્થે આવતાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભાઈબીજની શું છે પૌરાણીક કથા
ભાઈબીજ એટલે કે યમદ્વિતિયા, આજના દિવસે યમરાજે પોતાની બહેન યમીને ઘેર ભોજન કર્યું હતું. અને તેને બે વરદાન આપ્યા હતા. એક તો દર વર્ષે આજના દિવસે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે, અને બીજુ વરદાન એ આપ્યું હતું કે, આજના દિવસે કોઈ પમ ભાઈનું અપમૃત્યું નહી થાય.
