દિવાળી બાદ શેરબજારના શુભ શ્રીગણેશ,સેન્સેક્સમાં 700 પોઈન્ટનો ઉછાળો, તેજી સાથે બજારની શરૂઆત
દિવાળી બાદ શેરબજારની બમ્પર તેજી સાથે શરૂઆત થઈ. બજારના આરંભે સેન્સેકસ અને નિફ્ટીમાં જબરજસ્ત ઉછાળા સાથે શરૂઆત થઈ. દિવાળી બાદ આજે ગુરુવારના દિવસે શેરબજારમાં નોંધપાત્ર તેજી જોવા મળી. બજાર ખુલતા જ BSE સેન્સેક્સની 700 પોઈન્ટના ઉછાળા સાથે શરૂઆત થઈ. જ્યારે નિફ્ટીએ પણ શરૂઆતના ટ્રેડિંગમાં 26,000 ના આંકને પાર કર્યો હતો.
આજે ઇન્ફોસિસ અને HCL સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. સવારે 9:38 વાગ્યે, BSE સેન્સેક્સ 769.14 પોઈન્ટ અથવા 0.91% વધીને 85,195.48 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી50 ઇન્ડેક્સ પણ 217.05 પોઈન્ટ અથવા 0.84% વધીને 26,085.65 પર ટ્રેડ થઈ રહ્યો હતો. કોર્પોરેટ કમાણીમાં વધારો અને વિદેશી રોકાણકારોના વળતરથી રોકાણકારોને પ્રોત્સાહન મળ્યું.
બજારને મળ્યો તહેવારનો લાભ
તહેવારોની મોસમ દરમિયાન વધતી માંગ, તાજેતરના કર અને નીતિ સહાય સાથે, આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં કોર્પોરેટ નફામાં વધારો થવાની ધારણા છે. સેન્સેક્સ શેરોમાં, ઇન્ફોસિસ , HCL ટેક અને ટેક મહિન્દ્રામાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે બજાજ ફિનસર્વ, મારુતિ અને પાવર ગ્રીડમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં ઇન્ફોસિસ, એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા સૌથી વધુ વધ્યા હતા, જ્યારે ઇન્ડિગો, આઇશર મોટર્સ અને સન ફાર્મા લાઇફ સૌથી વધુ ઘટ્યા હતા.
