નકારાત્મક સંકેતો સાથે ખુલ્યા ભારતીય શેરબજાર, સેન્સેક્સ 84,506 અંકે
શુક્રવારે ભારતીય શેરબજાર નકારાત્મક સંકેતો સાથે ખુલ્યા. ભારત અને ચીન સાથે અમેરિકાના અલગ વેપાર કરારોને લગતી અનિશ્ચિતતા વચ્ચે BSE સેન્સેક્સ 113 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 84,443 પર બંધ રહ્યો. નિફ્ટી 50 27 પોઈન્ટ અથવા 0.10% ઘટીને 25,866 પર બંધ રહ્ય હતો.
લાલ નિશાનમાં શરૂઆત
ત્યારે આજે સવારે 9.30 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ખૂલ્યા. સેન્સેક્સ 50 પોિઇન્ટના ઘટાડા સાથે 84,506 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 10.60 પોઇન્ટના ઘટાડા સાથે 25,880.80 અંકે ખૂલ્યો. જોકે, વ્યાપક બજારે સારું પ્રદર્શન કર્યું. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 0.05% વધ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.09% નો થોડો વધારો જોવા મળ્યો.
એશિયન બજારોમાં સુધારો થયો
જાપાનનો નિક્કી 225 1.1%, હોંગકોંગનો હેંગસેંગ 0.95% અને દક્ષિણ કોરિયાનો KOSPI 1.29% વધ્યો. આ વધારો સકારાત્મક યુએસ અને વૈશ્વિક સમાચારોને કારણે થયો.
યુએસ બજારોમાં મજબૂતી
ટેકનોલોજી કંપનીઓના મજબૂત પરિણામોને પગલે ગુરુવારે યુએસ શેરોમાં વધારો થયો. S&P 500 0.6% વધ્યો, Nasdaq Composite 0.9% વધ્યો, અને Dow Jones Industrial Average 0.3% વધ્યો.
વ્હાઇટ હાઉસે પુષ્ટિ આપી છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે તેમના એશિયા પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. વધતા વેપાર તણાવ વચ્ચે આ વાટાઘાટોને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
