Loading...

ગુજરાતી મ્યુઝિક-કમ્પોઝર 'સચિન-જિગર' ફેમ સચિનની ધરપકડ

'વ્હાલમ આવો ને' ગીત ફેમ ગુજરાતી મ્યુઝિક-કમ્પોઝર જોડીના સચિન સંઘવીની દુષ્કર્મના આરોપમાં પોલીસે ધરપકડ કરી હતી. કમ્પોઝરે મ્યુઝિક આલ્બમમાં કામ આપવાની અને લગ્નની લાલચ આપીને જાતીય સતામણી કર્યાનો આક્ષેપ અંદાજે 29 વર્ષીય યુવતીએ લગાવ્યો છે, જોકે ધરપકડના થોડા સમયમાં જ કમ્પોઝરને જામીન મળી ગયા છે.

કલમ 69, 74 અને 89 હેઠળ કેસ કરવામાં આવ્યો


મુંબઈની વીલે પાર્લે પોલીસે 45 વર્ષીય સચિન સંઘવી વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 69, 74 અને 89 હેઠળ છેતરપિંડી, મારામારી અને સહમતિ વિના ગર્ભપાત કરાવવા બદલ ઝીરો FIR નોંધી છે. ત્યારબાદ કેસને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી, 2024માં સચિને યુવતીનો કર્યો સંપર્ક 

FIR મુજબ, મુંબઈના વિલે પાર્લે ઈસ્ટમાં રહેતી 29 વર્ષીય સિંગરની સચિન સંઘવી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફેબ્રુઆરી 2024માં મુલાકાત થઈ હતી. સચિને યુવતીના અવાજની પ્રશંસા કરી અને પોતાના આલ્બમ 'રંગ' માં કામ આપવાની વાત કરી હતી. બંનેએ નંબરની આપ-લે કરી અને કામ વિશે ચર્ચા શરૂ કરી. વિલે પાર્લે વેસ્ટમાં મલ્તાની હાઈટ્સમાં રહેતા સચિન સંઘવીએ યુવતીને પોતાના સાંતાક્રુઝ વેસ્ટ સ્ટુડિયોમાં બોલાવી, જ્યાં તેઓ નિયમિતપણે મળતા હતાં. તેણે કહ્યું હતું કે તેના લગ્નજીવનમાં મુશ્કેલી ચાલી રહી છે અને તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપીને યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ પછીથી તે લગ્ન વિશેના યુવતીના પ્રશ્નોને ટાળવા લાગ્યો હતો.

એપ્રિલ, 2024માં સચિને યુવતી પર દુષ્કર્મ આચર્યું એપ્રિલ 2024માં, સચિને અન્ય એક સાંતાક્રુઝ સ્ટુડિયોમાં યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું અને ફરીથી તેણે પોતાનો પ્રેમ અને લગ્નનું વચન આપ્યું હતું. 28 મે, 2024ના રોજ, જ્યારે સચિનનો પરિવાર વિદેશમાં હતો, ત્યારે સચિને પોતાના ઘરમાં ફરીથી દુષ્કર્મ આચર્યું હતું. 15 જૂનથી 20 જૂન, 2024 દરમિયાન બુડાપેસ્ટ અને અન્ય યુરોપીયન સ્થળોની ટ્રિપ દરમિયાન પણ તેમનો સંબંધ ચાલુ રહ્યો અને બાદમાં સ્ટુડિયોમાં તથા વિલે પાર્લે ઈસ્ટમાં એક કારમાં પણ દુષ્કર્મ આચર્યું હતું.

અન્ય સ્ત્રી સાથે સચિનના સંબંધો

19 જુલાઈ, 2025ના રોજ, ભોગ બનનાર યુવતીએ સચિનના ફોનમાં બીજી સ્ત્રી સાથેના વાંધાજનક ફોટા અને ચેટ્સ જોયા, જેના કારણે તેમની વચ્ચે ઝઘડા થયા. દુબઈની કામની ટ્રીપ પર હોવા છતાં, તેણે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું.

ફોટો-વીડિયો લીક કરવાની સચિનની ધમકી

4 ઓગસ્ટ, 2025ના રોજ, યુવતીને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે. આ અંગે સચિનને જાણ કરતા સચિન તેની પત્ની અને યુવતીને સાંતાક્રુઝના એક કાફેમાં મળ્યો હતો અને યુવતીના ફોટો અને વીડિયો લીક કરવાની ધમકી આપીને ગર્ભપાત (એબોર્શન) કરાવવા દબાણ કર્યું હતું.

દવાઓ કારગત ના નીવડતા પીડિતાએ એબોર્શન કરાવ્યું

જોકે, દવાઓ અસરકારક ન થતાં યુવતીએ સર્જરી કરાવી હતી. એબોર્શન પછી, સચિને યુવતીનો નંબર બ્લોક કરી દીધો, જેના કારણે તે ડિપ્રેશનમાં જતી રહી અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે. બાદમાં તેઓ 10 ઓક્ટોબર 2025ના રોજ ક્લિનિકમાં મળ્યા હતા, જ્યાં સચિને યુવતીને મુશ્કેલી ઊભી ન કરવા અને તેને ફરી ક્યારેય ન મળવા માટે જણાવ્યું હતું.