અમદાવાદના ફાર્મમાં હાઇપ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ, 3 વિદેશી નાગરિક સહિત 20ની ધરપકડ
અમદાવાદના ફાર્મ હાઉસમાં ચાલતી હાઈપ્રોફાઈલ રેવ પાર્ટી પર પોલીસ મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. જેમાં 13 વિદેશી નાગરિક સહિત કુલ 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. શીલજ પાસે ઝેફાયર ફાર્મમાં ચાલતી પાર્ટીમાંથી પોલીસે 48 દારૂની બોટલ અને 9 હુક્કા જપ્ત કર્યા હતાં. આજે સવારે તમામ લોકોને પહેલા બોપલ પોલીસ સ્ટેશન બાદમાં સોલ સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચેકઅપ માટે આવવામાં આવ્યા હતા. જેમાં 15 લોકો પીધેલા હોવાનું સામ આવ્યું હતું. જેમાં 6 મહિલા સામેલ છે.
પોલીસની તપાસમાં કેન્યાના જોન નામના યુવકે પાર્ટીનું આયોજન કર્યાનું સામે આવ્યું છે. આ પાર્ટીના પાસની કિંમત 700થી 15 હજાર રાખવામાં આવી હતી અને હોટ ગ્રેબર પાર્ટી પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું. પોલીસે ફાર્મ હાઉસ માલિક મિલન પટેલની પણ ધરપકડ કરી છે.
તો બીજી તરફ પાર્ટી સ્થળે મીડિયા પહોંચતા ત્યાં વિદેશી યુવક-યુવતીઓ હાજર હતી, જેઓ મીડિયાને જોઈને ભાગવા લાગ્યાં હતાં. એક કારચાલકે તો મીડિયાકર્મી પર કાર ચડાવવાનો પ્રયાસ કરી દરવાજો ખુલ્લો હોવા છતાં સ્પીડમાં કાર દોડાવી હતી. હાલમાં તમામના મેડિકલ ચેકઅપ પૂર્ણ થતાં ફરી સોલા સિવિલથી બોપલ પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
ફોર્મ હાઉસના ઓનર મિલન પટેલની પણ ધરપકડ કરી છેઃ SP અમદાવાદ ગ્રામ્ય SP ઓમપ્રકાશ જાટે જણાવ્યું કે, LCB અને SOGની ટીમ બનાવી બાતમીના આધારે ફાર્મમાં દરોડો પાડી 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ લોકોએ પાર્ટીના પાસ વેચવા માટે અલગથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું. આ લોકોમાં આફ્રિકન લોકો વધારે છે. ગુજરાત યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીઓમાં તમામ લોકો ભણતા હતા. ફોર્મ હાઉસના ઓનર મિલન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. રાતના 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી લાંબી રેડ ચાલી હતી. સાંજે 8 વાગ્યાથી સવાર સુધી પાર્ટી ચાલવાની હતી. આરોપી પાસેથી 19 ફોન જપ્ત કરવામાં આવ્યા છે તેને FSLમાં મોકલવામાં આવ્યા છે. જો અન્ય કોઈ માહિતી સામે આવશે તો વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે વિદ્યાર્થીઓના એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં પણ ફરિયાદ મોકલવામાં આવશે. જે લોકો પોઝિટિવ નથી આવ્યા તે લોકો પણ શંકાના દાયરામાં છે, જેથી તેના સામે પણ કાર્યવાહી કરાશે.
ઘટનાસ્થળેથી 51 બોટલ દારૂ અને 10 લાખનો મુદ્દામાલ મળ્યો હતો. અન્ય કોઈ પદાર્થ મળ્યો નથી અને હુક્કાને પણ સેમ્પલ માટે મોકલવામાં આવ્યા છે. પાસપોર્ટ અને તમામ વસ્તુની ચકાસણી કરવામાં આવી હતી. આ આફ્રિકન લોકોની ગેટ ટુ ગેધર પાર્ટી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, પકડાયેલા મોટા ભાગના આફ્રિકન નાગરિકો હોવાનું સામે આવ્યું છે. આ રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા, જેમાં શરાબ અને શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ હતો. વિશેષરૂપે પાસમાં દારૂ પીવા માટે 'અનલિમિટેડ' પી શકાય એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. બોપલ પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો, હુક્કા જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
