શેરબજારની તેજી સાથે શરૂઆત, સેન્સેક્સમાં 200 પોઈન્ટથી વધુની તેજી,
શેરબજાર સપ્તાહના ત્રીજા દિવસે તેજી જોવા મળી. બજાર ઉછાળા સાથે ખૂલ્યુ. શેરબજારમાં ગઈકાલની મંદી બાદ તેજી જોવા મળી. સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાન સાથે ખૂલ્યા.સેન્સેકસ +214.92 (0.25%) પોઈન્ટના વધારા સાથે 84,843.08 ના સ્તરે ખૂલ્યું. આ જ સમયે નિફ્ટી +78.05 (0.30%) પોઈન્ટના વધારે સાથે 26,014.25ના સ્તર પર ખૂલ્યો. ગઈકાલે કેન્દ્રસરકાર દ્વારા 8મા પગાર પંચને લઈને જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતની આજે બજાર પર અસર જોવા મળી. બજાર તેજી સાથે ખૂલ્યું.
એશિયન બજારોમાં તેજી
- એશિયન બજારોમાં, જાપાનનો નિક્કી 1,030 પોઈન્ટ (2%) વધીને 51,249 પર અને કોરિયાનો કોસ્પી 50 પોઈન્ટ વધીને 4,060 પર કારોબાર કરી રહ્યો છે.
- હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 87 પોઇન્ટ (0.35%) ઘટીને 26,346 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 14 પોઇન્ટ વધીને 4,002 પર કારોબાર કરી રહ્યો છે.
- 28 ઓક્ટોબરના રોજ, યુએસ ડાઉ જોન્સ 161 પોઈન્ટ વધીને 47,706 પર બંધ થયો. નેસ્ડેક કમ્પોઝિટ 190 પોઈન્ટ વધીને 23,827 પર બંધ થયો, અને S&P 500 6,890 પર સ્થિર બંધ થયો.
ગઈકાલે બજાર ઘટ્યું હતું
અગાઉ, 28 ઓક્ટોબરે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, શેરબજારમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સ 151 પોઈન્ટ ઘટીને 84,628 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 30 પોઈન્ટ ઘટીને 25,936 પર બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 21 શેરમાં તેજી અને 9 શેરમાં ઘટાડો રહ્યો હતો. આઇટી, રિયલ્ટી અને એફએમસીજી શેરોમાં વેચાણ રહ્યું હતું, જ્યારે મેટલ અને બેંકિંગ શેરોમાં તેજી જોવા મળી.
