સૂર્યકિરણની કોકપિટમાંથી કેવડિયા, VIDEO:SoU પર ઊંધે માથે થયાં એરફોર્સ જેટ, 5-5 મીટરનાં અંતરે ઉડાન ભરી શ્વાસ થંભાવ્યા, જુઓ એકતા પરેડની બેસ્ટ મોમેન્ટ્સ
31 ઓક્ટોબરે સરદાર પટેલની 150મી જન્મજયંતીએ કેવડિયામાં 10 ટેબ્લો અને 16 બટાલિયન સાથે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દિલ્હીમાં યોજાતી પ્રજાસત્તાક દિવસની પરેડ, જેવી જ આ પરેડમાં ગુજરાતના ટેબ્લો દ્વારા અખંડ ભારતની ગાથા અને ભાવનગર સ્ટેટના વિલીનીકરણની ઐતિહાસિક ક્ષણ રજૂ કરાઈ. આકાશમાં સૂર્યકિરણનું અદ્ભુત શૌર્ય પ્રદર્શન અને BSFના ટ્રેઇન્ડ ડૉગ બ્રિગેડના રોમાંચક કરતબો શો સ્ટોપર રહ્યા હતા. મહિલા IPS સુમન નાલાએ પરેડનું પ્રતિનિધિત્વ કર્યું, જ્યારે મહિલાઓએ પ્રાચીન યુદ્ધકળાઓનું પ્રદર્શન કરીને નારી શક્તિનો પરિચય કરાવ્યો. NDRF, NSG અને મહારાષ્ટ્રના શિવાજીની ઝાંખીએ દેશની સુરક્ષા અને સંસ્કૃતિને ઉજાગર કરી.
