'વિસાવદરમાં અમારી જીત બાદ ભાજપને ઝાડા થઇ ગયા'-ઇટાલિયા:ભગવંત માને કહ્યું- 'ખેડૂતોએ ખુબ દંડા ખાધા, હવે સરકારના પતનની તૈયારી'; સાયલામાં 'આપની ખેડૂત મહાપંચાયત
કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ મહાપંચાયત આમ આદમી પાર્ટી નેતાઓ દ્વારા બોટાદ માર્કેટિંગ યાર્ડની કડદા પ્રથા અને ખેડૂતો પરના અત્યાચાર વિરુદ્ધ આ મહાપંચાયત યોજાઈ છે. જેમાં ખેડૂતો સાથેના અન્યાય સામે અવાજ ઉઠાવી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કડદા પ્રથા એટલે શું? કડદો શબ્દનો સીધો સાદો અર્થ થાય છે કાપ કે ઘટાડો, માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો પોતાનો પાક વેચવા લાવે ત્યારે વેપારીઓ અથવા દલાલો વજન કરતી વખતે ગુણવત્તા બતાવતા જે કપાત કરે છે તેને કડદો કહેવાય છે. ઉદાહરણ તરીકે ખેડૂત 100 કિલો પાક લઈ આવ્યો હોય તો કડદાના નામે તેમા પહેલા સીધી ત્રણ કિલોની ઘટ કરી દેવામાં આવે. તેની સાથે પાકમાં ભેજ છે, દાણા નાના છે, કચરું છે તેમ કહીને કિંમતમાં ઘટાડો કરી દેવામાં આવે. આ કડદો પ્રથા વર્ષોથી છે.
