Loading...

રાજુલાને વરસાદે ફરી ધમરોળ્યું, બે કલાકમાં બે ઈંચ:ધાતરવાડી ડેમ-2ના એકસાથે 10 દરવાજા ખોલાયા, નદી કાંઠાના ગામોમાં પૂરની સંભાવના; ટીંબી ગામની રુપેણી નદીમાં પૂર

હાલમાં ગીર સોમનાથ, અમરેલી, સુરત, નવસારી, સાબરકાંઠા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રુપેણી નદીમાં ફરીવાર પૂર આવ્યું છે. ઉના શહેરમાં સતત ધોધમાર વરસાદ પડવાના કારણે રોડ પર પાણી ભરાતા લોકો મુશ્કેલી અનભવી રહ્યો છે. સવારના 6થી 4 વાગ્યા સુધીમાં રાજ્યના 63 તાલુકામાં માવઠું વરસ્યું છે. બપોરના 2થી 4 વાગ્યા એટલે કે, બે કલાકમાં જ અમરેલીના રાજુલામાં 1.34 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા છથી સાત દિવસથી પડી રહેલાં કમોસમી વરસાદથી ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. હવે સરકાર સહાય કરે તે માટે ખેડૂતો મીટ માંડીને બેઠા છે.

આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો ગુજરાતમાં આ વર્ષે દિવાળી બાદ પણ કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ઓક્ટોબર મહિનો ખેડૂતો માટે આકરો સાબિત થયો છે. કારણ કે, છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામા સૌથી વધુ સરેરાશ સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ ખાબકતા ખેતીપાકને વ્યાપક નુકસાન થયું છે.

રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ રાજ્યમાં છેલ્લા 6 દિવસથી અલગ અલગ વિસ્તારમાં ધોધમાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. છ દિવસમાં રાજ્યમાં સરેરાશ અઢી ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લા છ દિવસ દરમિયાન સૌથી વધુ જે તાલુકાઓમાં વરસાદ વરસ્યો તેની વિગત નીચે મુજબ છે.

Image Gallery