તમિલનાડુના શિવકાશીની ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ:અત્યાર સુધીમાં 4નાં મોત
મંગળવારે તમિલનાડુના શિવકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં ઓછામાં ઓછા 4 લોકો માર્યા ગયા હતા. આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોઈ શકે છે. બચાવ કામગીરી ચાલુ છે. ઘાયલોને સારવાર માટે વિરુધુનગર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિરુધુનગર જિલ્લાના એસપી કન્નને જણાવ્યું હતું કે શિવકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. અકસ્માત પછી ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને અંદરથી ફટાકડા ફૂટવાના અવાજો સંભળાયા હતા. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.