Loading...

કોલકાતા ટેસ્ટમાં રેડ્ડીનું સ્થાન ધ્રુવ જુરેલ લેશે:ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચે કહ્યું, તેનું રમવાનું નક્કી છે, 14 નવેમ્બરથી પહેલી ટેસ્ટ

નીતિશના રમવાની શક્યતા ઓછી તેમણે વધુમાં કહ્યું, "અમારી પ્રાથમિકતા મેચ જીતવા માટે રણનીતિ વિકસાવવાની છે. નીતિશ પ્રત્યે અમારી સ્થિતિ બદલાઈ નથી. તેને ઓસ્ટ્રેલિયામાં રમવાની વધુ તક મળી નથી. પરંતુ આ સિરીઝના મહત્વ અને પરિસ્થિતિઓને જોતાં, શક્ય છે કે તે આ અઠવાડિયે પ્રથમ ટેસ્ટમાં ન રમે."

ધ્રુવ જુરેલ શાનદાર ફોર્મમાં વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલ ભારતીય ટીમ માટે સારા ફોર્મમાં છે. તેણે સાઉથ આફ્રિકા-A સામે ટોટલ 259 રન બનાવ્યા, જેમાં બે સદીનો સમાવેશ થાય છે. તે સિરીઝનો ટૉપ સ્કોરર છે. તેણે અગાઉ ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની ઘરઆંગણે સિરીઝની પહેલી મેચમાં સદી ફટકારી હતી.

જુરેલે 7 ટેસ્ટ મેચમાં 430 રન બનાવ્યા જુરેલે 2024માં ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની સિરીઝમાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્રીજી ટેસ્ટ (રાજકોટ)માં આઠમા ક્રમે આવતા, તેણે 46 રન બનાવ્યા, જે ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થયા. તેણે હવે ભારત માટે સાત ટેસ્ટમાં 430 રન બનાવ્યા છે.