રવીન્દ્ર જાડેજા હવે રાજસ્થાન તરફથી રમશે:રીવાબાએ 'ખમ્મા ઘણી' લખીને જાહેરાત કરી, RRમાં સેમસનની જગ્યાએ ટ્રેડ કર્યો, જડ્ડુની 4 કરોડ ફી ઘટી
IPL 2026ના અત્યાર સુધીના તમામ કન્ફર્મ થયેલા ટ્રેડ ડીલ્સ પ્રેસ રિલીઝ મુજબ, CSKમાંથી જાડેજાનો RRમાં ટ્રેડ કન્ફર્મ થઈ ગયો છે અને તેની લીગ ફી હવે 18 કરોડથી ઘટી 14 કરોડ થઈ છે. બીજી તરફ, સેમસનનો ટ્રેડ પાંચ વખતના ચેમ્પિયન CSKમાં તેની હાલની લીગ ફી 18 કરોડમાં કરવામાં આવ્યો છે. સેમ કરનનો ટ્રેડ CSKમાંથી RRમાં 2.4 કરોડમાં થયો છે.
સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો ટ્રેડ સનરાઇઝર્સ હૈદરાબાદમાંથી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)માં થયો છે. સ્પિનર મયંક માર્કન્ડેનો ટ્રેડ KKRમાંથી MIમાં થયો છે, જ્યારે અર્જુન તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સમાંથી લખનઉમાં જશે.
વધુ એક સરપ્રાઇઝ ડીલ નીતિશ રાણાની છે. છેલ્લા કેટલાક વર્ષોથી રમતા IPLમાં રાજસ્થાને તેને 4.2 કરોડમાં દિલ્હીમાં ટ્રેડ કર્યો છે. જ્યારે રાજસ્થાને ડોનોવન ફરેરાનો ટ્રેડ DCમાંથી 1 કરોડની સુધારેલી લીગ ફી પર કર્યો છે. આવ્યો છે.
