OMG! કેટરિનાના બેબી બોયની પહેલી તસવીર 'લીક'?:વિક્કી કૌશલ પત્ની, મમ્મી અને દીકરા સાથે દેખાયો, જાણો સોશિયલ મીડિયા પર ફરતાં ક્યૂટ ફોટોનું રહસ્ય
શું છે ક્યૂટ ફોટાનું રહસ્ય? જે તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહી છે, એક ફોટોમાં કેટરિના બાળકને ખોળામાં લઈને તેમના સાસુ (વિક્કીની માતા) સાથે પોઝ આપી રહી છે. જ્યારે અન્ય એક તસવીરમાં બાળક વિક્કી કૌશલની માતાના ખોળામાં નજર આવી રહ્યું છે. જોકે, હવે આ વાઈરલ ફોટો પાછળનું સત્ય સામે આવ્યું છે. તસવીરો બિલકુલ વાસ્તવિક નથી, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવેલી છે. કપલે હજી સુધી પોતાના બેબી બોયની કોઈ પણ તસવીર સત્તાવાર રીતે શેર કરી નથી.
લગ્નનાં ચાર વર્ષ બાદ કપલે દીકરાને જન્મ આપ્યો બોબી બોયના જન્મ વખતે કેટરિના-વિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતાં લખ્યું- "અમારી ખુશીઓની નાની ગિફ્ટ આવી ગઈ છે. અપાર પ્રેમ અને કૃતજ્ઞતા સાથે અમે અમારા પુત્રનું સ્વાગત કરીએ છીએ. 7 નવેમ્બર, 2025 કેટરીના અને વિક્કી". બાળકના જન્મ પહેલાના એક ઇન્ટરવ્યૂમાં વિક્કી કૌશલે ભાવુક થઈને કહ્યું હતું કે- બાળકના આગમન પછી તેઓ લાંબા સમય સુધી ઘરની બહાર નીકળશે નહીં અને તેની સાથે સમય વિતાવશે. હાલમાં આ કપલ પોતાના બાળક સાથે સંપૂર્ણ સમય વિતાવી રહ્યું છે.
પહેલા પણ ઉડી હતી અફવા ઉલ્લેખનીય છે કે, કેટરિનાના પ્રેગ્નન્સી અંગેની અફવાઓ અગાઉ પણ ઘણી વખત વાઈરલ થતી હતી, પરંતુ તે દરેક વખતે ખોટી સાબિત થઈ છે. જોકે, 23 સપ્ટેમ્બરે વિક્કી અને કેટરિનાએ બેબી બમ્પ સાથે ફોટો શેર કરીને ચાહકો સમક્ષ આ ખુલાસો કર્યો હતો કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે.
કેટરીના અને વિક્કીનાં લગ્ન 2021માં થયાં હતાં કેટરીના અને વિક્કીના લગ્ન 9 ડિસેમ્બર, 2021ના રોજ થયાં હતાં, જેમાં ફક્ત નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
વિક્કી- કેટરીનાની લવસ્ટોરી કેટરીના કૈફ અને વિક્કી કૌશલની લવસ્ટોરી પણ રસપ્રદ રહી છે. બોલિવૂડની ડિવા કેટરીના કૈફ માટે વિક્કી કૌશલના હૃદયમાં કૂણી લાગણીઓ હતી. વિક્કીએ એક એવોર્ડ શો દરમિયાન સ્ટેજ પર કેટરીનાને રમૂજી અંદાજમાં પ્રપોઝ કરી હતી, જોકે બંનેનાં લગ્ન થયાં ત્યાં સુધી તેમણે આ સંબંધને ખાનગી રાખ્યો હતો. કેટરીનાએ એક વખત જણાવ્યું હતું કે એવોર્ડ ફંક્શન બાદ કરણ જોહરે હોસ્ટ કરેલી પાર્ટીમાં મળ્યાં હતાં, જ્યાં તેણે ફિલ્મમેકર ઝોયા અખ્તરને વિક્કી માટેની ફીલિંગ્સ જાહેર કરી હતી. વિક્કી અને કેટરીનાએ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનના માધોપુરના ફોર્ટ બરવાડા ખાતે પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં.
વિક્કી આલિયા અને રણબીર કપૂર સાથે 'લવ એન્ડ વોર'માં દેખાશે
વર્કફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રિયલ લાઇફ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે જોવા મળશે. ઉપરાંત તે 2026માં ક્રિસમસ પર રિલીઝ થનારી 'મહાવતાર' ફિલ્મમાં પણ જોવા મળશે. જ્યારે કેટરીના કૈફ છેલ્લે વિજય સેતુપતી સાથે 2024માં 'મેરી ક્રિસમસ'માં જોવા મળી હતી.
