આર્યન બાદ ઓરી ₹252 કરોડના ડ્રગ કેસમાં ફસાયો!:મુંબઈ પોલીસે સમન્સ પાઠવ્યું; શ્રદ્ધા કપૂર અને નોરા ફતેહીનું નામ પણ સામે આવ્યું હતું
શ્રદ્ધા કપૂર અને નોરાના નામ પણ સામે આવ્યા, જાણો શું છે આખો મામલો
અહેવાલ મુજબ, તાહેરે દાવો કર્યો છે કે તેણે ભારત અને વિદેશમાં જે ડ્રગ્સ સાથેની પાર્ટીઓનું આયોજન કર્યું હતું તેમાં બોલિવૂડ કલાકારો, મોડેલો, રેપર્સ, ફિલ્મ નિર્માતાઓ અને દાઉદના સંબંધીઓ પણ હાજરી આપતા હતા.
પીટીઆઈના અહેવાલ મુજબ, તાહેર ડોલાએ બોલિવૂડની ઘણી હસ્તીઓના નામ આપ્યા છે જેઓ આ ડ્રગ પાર્ટીઓમાં હાજરી આપે છે અને તેમને ડ્રગ (મેફેડ્રોન) સપ્લાય કરવામાં આવે છે. આ વ્યક્તિઓમાં શ્રદ્ધા કપૂર, તેનો ભાઈ સિદ્ધાંત કપૂર, અલીશા પારકર (હસીના પારકરનો પુત્ર), નોરા ફતેહી, ઓરી ફરફ ઓરહાન અવત્રામાણી, લોકપ્રિય ફિલ્મ નિર્માતા જોડી અબ્બાસ-મસ્તાન, રેપર લોકા અને બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકીનો સમાવેશ થાય છે.
શ્રદ્ધા કપૂરે 2017 માં આવેલી ફિલ્મ હસીના પારકરમાં દાઉદ ઇબ્રાહિમની બહેન હસીનાની ભૂમિકા ભજવી હતી, જ્યારે તેના ભાઈ સિદ્ધાંત કપૂરે દાઉદ ઇબ્રાહિમની ભૂમિકા ભજવી હતી.
નોરા ફતેહીએ આરોપો પર સ્પષ્ટતા કરી
ડ્રગ્સ કેસમાં પોતાનું નામ આવ્યા બાદ નોરા ફતેહીએ સ્પષ્ટતા આપતા લખ્યું છે કે,
તેણીએ આગળ લખ્યું, 'તમે જે કંઈ વાંચો છો તે બધું માનશો નહીં. એવું લાગે છે કે મારા નામનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. પરંતુ આ વખતે હું એવું નહીં થવા દઉં. આવું પહેલા પણ બન્યું છે; તમે લોકોએ જુઠ્ઠાણા ફેલાવીને મને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તમે સફળ થયા નહીં. જ્યારે બધાએ મારી છબી ખરાબ કરવાનો, મને બદનામ કરવાનો અને ક્લિકબેટ તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે હું ચૂપચાપ જોઈ રહી હતી. કૃપા કરીને મારા નામ અને મારી ઇમેજનો ઉપયોગ એવી બાબતોમાં કરવાનું ટાળો જેનો મારી સાથે કોઈ સંબંધ નથી. નહિતર તમારે આની ભારે કિંમત ચૂકવવી પડશે."
સલીમ દુબઈથી ડ્રગ નેટવર્ક ચલાવતો હતો સલીમ ડોલા દુબઈથી ડ્રગ નેટવર્ક ચલાવતો હતો. તે દેશના વિવિધ ભાગોમાં મેફેડ્રોન સપ્લાય કરતો હતો. તાજેતરમાં, મુંબઈના સાંગલીમાં એક મેફેડ્રોન ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો, જ્યાં કરોડો રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી સલીમ ડોલા સમાચારમાં છે. તપાસકર્તાઓના મતે, સલીમે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ડ્રગ્સ સપ્લાય કર્યો હતો.
