હવે ઘરે બેઠાં લર્નિંગ લાયસન્સની આપી શકશો પરીક્ષા:ફેસલેસ લર્નિંગ લાયસન્સનો આજથી પ્રારંભ
ગુજરાતમાં આજથી ફેસલેસ લર્નિંગ લાયસન્સનો સફળતાપૂર્વક વિવિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસમાં જ અંદાજે 425 અરજીઓ નાગરિકો દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મે મહિનામાં મંજૂરી આપવામાં આવી હતી. ટેકનિકલ કારણોસર આ પ્રોજેક્ટ લંબાતો હતો, પરંતુ તમામ ટેકનિકલ ક્ષતિઓ દૂર કરીને તેનો ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, લર્નિંગ લાયસન્સ માટે યોજાતી પરીક્ષામાં OMR પદ્ધતિથી જવાબ આપવાના રહે છે. જેમાં 15 પ્રશ્નોમાંથી 9 ગુણ મેળવનાર પાસ ગણવામાં આવે છે. જો કોઈ નાપાસ થાય તો રીટેસ્ટ ફી ભરી ફીરથી 24 કલાકમાં પરીક્ષા આપી શકે છે.
ફેસલેસ લર્નિંગ લાયસન્સનો આજથી પ્રારંભ કરાયોગુજરાતમાં લર્નિંગ લાયસન્સ માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં પરીક્ષા લેવામાં આવતી હતી. આ પરીક્ષા આપવા માટે લાયસન્સ મેળવવા ઇચ્છુક વ્યક્તિએ ફોર્મ ભરીને RTO કચેરીમાં પરીક્ષા આપવા જવાનું થતું હતું. થોડાં સમય પહેલાં આ કામગીરી ITI મારફતે શરૂ કરવામાં આવી હતી. કોમ્પ્યુટર પર લેવાતી આ પરીક્ષામાં 15 પ્રશ્નો પૂછવામાં આવે છે. તેમાંથી 11 ગુણ મેળવનારને પાસ ગણવામાં આવતા હતા, પરંતુ થોડાં સમય પહેલાં જ ગુજરાત રાજય વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા તેમાં સુધારો કરીને હવે 9 ગુણ મેળવનારને પાસ ગણવામાં આવે છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા ફેસલેસ લર્નિંગ લાયસન્સ આપવાના નિર્ણયને મંજુર કર્યો હતો. આ મંજુરી બાદ ટેકનિકલ કારણોસર આ પદ્ધતિ ચાલુ થઇ શકી નથી. તમામ ટેકનિકલ ક્ષતિઓને દૂરગ્રસ્ત કરીને આજથી તેનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે.
અરજદાર નાપાસ થાય તો 24 કલાક બાદ ફરી પરીક્ષા આપી શકશે
અરજદારે સ્માર્ટ લોક એપ્લિકેશન ડાઉનલોડ કરી અરજી ક્રમાંક, જન્મ તારીખ અને મેસેજમાં મળેલો પાસવર્ડ દાખલ કરી પરીક્ષા આપવાની રહેશે. પરીક્ષા સફળતાપૂર્વક પાસ કર્યા બાદ અરજદારે મેસેજમાં મળેલી લિંક પરથી શિખાઉ લાયસન્સ મેળવી લેવાનું રહેશે. જો અરજદાર નાપાસ થાય તો રિ-ટેસ્ટ ફી ભરી ફરીથી 24 કલાક પછી પરીક્ષા આપવાની રહશે.