360 ડિગ્રીની બાજ નજર, સેકન્ડમાં જ 1000 રાઉન્ડ ફાયરિંગ, આ તો ડ્રોનનો પણ બાપ છે!
ઓપરેશન સિંદૂર પછી શું બદલાયું?
મે 2025માં પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સરહદ તરફ 300 થી 600 જેટલા ડ્રોન્સ મોકલ્યા હતા. તેમાં અનેક તુર્કી-નિર્મિત સશસ્ત્ર ડ્રોન, કામિકાઝ ડ્રોન અને મીની-ડ્રોનના સમૂહો હતા. ભારતની અપગ્રેડેડ L-70 અને Zu-23-2 ગનોએ 600થી પણ વધુ ડ્રોનને તોડી પાડી-જે એક ઐતિહાસિક રેકોર્ડ છે. લગભગ 200 ડ્રોન નાના હથિયારો વડે પણ ઠાર કરાયા. પરંતુ આ કામગીરીએ એક મોટો પાઠ શીખવ્યો. ડ્રોનના ટોળાનો સામનો કરવા માટે હવે ઝડપી, ઓટોમેટેડ અને હાઈ-ટેક સિસ્ટમોની જરૂર છે.
ઓરલિકોન સ્કાયશિલ્ડ-આધુનિક યુદ્ધ માટેનો ગેમચેન્જર
ઓરલિકોન સ્કાયશિલ્ડ માત્ર ગન સિસ્ટમ નથી પરંતુ સંપૂર્ણ ઓટોમેટેડ, મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ છે. તે ડ્રોન ક્રુઝ મિસાઇલ, હેલિકોપ્ટર અને ઓછી ઉડતી ફાઇટર જેટોને પણ પળવારમાં નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.
ચાલો તેની મુખ્ય વિશેષતાઓ સમજીએ:
360° માનવરહિત શોધ પ્રણાલી – X-TAR3D રડાર
- 360° સર્વેલન્સ
- 50 કિમી સુધી ખતરો શોધવાની ક્ષમતા
- લક્ષ્યની આપમેળે ઓળખ અને ટ્રેકિંગ
- શોધ માટે માનવીય હસ્તક્ષેપની જરૂર નહીં
- આનો અર્થ-ડ્રોન હુમલો શરૂ થવાની સાથે જ સિસ્ટમ પોતાની કામગીરી શરૂ કરી દે છે.
સ્કાયમાસ્ટર બેટલ મેનેજમેન્ટ -10 સેકન્ડમાં નિર્ણય!
રડાર, કેમેરા, સેન્સર અને અન્ય તમામ ડેટાને એકઠું કરીને માત્ર 10 સેકન્ડમાં પ્રતિસાદ આપવામાં આવે છે. યુદ્ધક્ષેત્રમાં આ ઝડપ અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
હાઈ-સ્પીડ 35mm રિવોલ્વર ગન
- પ્રતિ મિનિટ 1,000 રાઉન્ડની ફાયરિંગ ક્ષમતા
- સંપૂર્ણપણે ઓટોમેટેડ
- ઓપરેટરને દુશ્મન સામે જવું નહિ પડે
- ડ્રોન, મિની-ડ્રોન અને કામિકાઝ હુમલો
AHEAD ટેકનોલોજી-હવામાં જ ડ્રોન ખતમ!
- આ તેની સૌથી પ્રાણઘાતક વિશેષતા છે.
- AHEAD ગોળીઓ હવામાં જ વિસ્ફોટ કરે છે અને ટંગસ્ટનના સેકડો નાના કણો છોડે છે, જે ડ્રોનને પળવારમાં કાપી નાખે છે.
- માઇક્રો-ડ્રોન સામે 90% કરતાં વધુ હિટ રેટ
- સ્વોર્મ (ડ્રોનના ટોળા) સામે અત્યંત અસરકારક
- પરંપરાગત ગોળીઓથી જે ડ્રોનને મારવો મુશ્કેલ હતો-તે આ ટેકનોલોજીથી સરળ બની જાય છે.
મિસાઇલ ઇન્ટિગ્રેશન-બે સ્તરની સુરક્ષા
- સ્કાયશિલ્ડ સિસ્ટમમાં ભારતની પોતાના SHORAD મિસાઇલ સિસ્ટમો-જેમ કે આકાશ-NG, QRSAM નો સરળતાથી એકીકરણ થઈ શકે છે. અર્થાત ગન + મિસાઇલનું કોમ્બો—શક્તિશાળી, બહુસ્તરીય સુરક્ષા.
SHORAD પર વધતું ધ્યાન-ભારતનો વ્યૂહાત્મક ફેરફાર
- યુદ્ધક્ષેત્ર હવે ડ્રોન અને મિસાઇલ આધારિત બનતું જાય છે. તેથી SHORAD સિસ્ટમ-અર્થાત Short Range Air Defence—હવે દરેક દેશ માટે ફરજિયાત બની ગઈ છે.
