Loading...

રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી:પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાના એક વર્ષ બાદ જીત પાબારીનો આપઘાત, એક જ તારીખનો યોગાનુયોગ

ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આમ, એક વર્ષ બાદ એટલે કે 26 નવેમ્બર, 2025ના રોજ આત્મહત્યા કરી લીધી છે.

પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ લીધો જીત પાબારીએ અમીન માર્ગ સ્થિત પોતાના ઘરે જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કરી માલવિયાનગર પોલીસને જાણ કરી હતી.

ફેસબુકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી ને વાત ચાલુ કરી એક વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીત રસિક પાબારીનું નામ આપી જણાવ્યું હતું કે તે તેમનાં માતા-પિતા સાથે રહે છે. વર્ષ 2014માં ફેસબુકમાં જીત પાબારીની ફેન્ડ રિકવેસ્ટ આવી અને વાતચીત ચાલુ કરી હતી. જીત પાબારીએ જણાવ્યું કે મને તું પસંદ છો. બાદમાં બંને પરિવારજનો લગ્ન બાબતે સહમત થયાં હતાં. 8 ઓકટોબર, 2021ના બંનેનાં પરિવારજનોના નકકી થયા મુજબ ગોળધાણાની વિધિ કરવામાં આવી હતી અને 27 જાન્યુઆરી 22ના રોજ બંનેની સગાઈ કરવામાં આવી હતી.

મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યાર બાદ સગાઈ તોડી નાખવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.

રૂમમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો 26 નવેમ્બર, 2024ના રોજ કરેલી દુષ્કર્મની પોલીસ ફરિયાદ મુજબ, સૌપ્રથમવાર સિઝન્સ હોટલમાં સગાઈ વખતે આરોપીએ બળજબરી કરવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે મહેમાનો અને ઘણા લોકો હોવાથી તેણે પ્રતિકાર કર્યો હતો. બાદમાં જીતના પરિવાર સાથે કૌટુંબિક ફંકશન માટે દુબઈ ગઈ હતી. ત્યાર બાદ દિવાળીના સમયમાં આરોપીના ઘરે ગઈ ત્યારે રૂમમાં બોલાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બીજા દિવસે પણ મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યો હતો. આરોપીએ મોબાઈલ ફોનમાં ઉતારેલો વીડિયો અને ફોટોગ્રાફસ બતાવી કહ્યું હતું કે હવે તું આ વાત કોઈને કહેતી નહીં, નહીંતર આ વીડિયો અને ફોટોગ્રાફસ વાઈરલ કરી દઈશ.

ચેતેશ્વરની પત્નીએ એકનો એક ભાઈ ગુમાવ્યો ચેતેશ્વર પૂજારાનાં સાસરિયાં જામજોધપુરનાં છે, પરંતુ વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. તેના સસરાને કોટનની જિનિંગ ફેક્ટરી છે. ચેતેશ્વરની પત્ની પૂજા ઉપરાંત તેને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. પૂજાનો જન્મ ગોંડલમાં થયો છે. દસમા ધોરણ સુધી આબુની સોફિયા સ્કૂલથી ભણી 11-12 અમદાવાદથી કર્યું છે અને માસ્ટર ડિગ્રી બોમ્બેથી મેળવી છે. એ પછી એક વર્ષ સુધી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર મળી ગયો અને મેરેજ કરી લીધા.

Image Gallery