Loading...

'પૈસા ફેંકી સેલેબ્સ મને પાર્ટીમાં બોલાવે છે':252 કરોડના ડ્રગ્સકેસમાં ઓરીએ ઠીકરું ઈન્ડસ્ટ્રી પર ફોડ્યું; કહ્યું- દુનિયાભરની પાર્ટીઓમાં માત્ર ફોટા પડાવવા જાઉં છું

7 કલાક સુધી ચાલી પૂછપરછ બુધવારે ઓરીની આ ડ્રગ્સકેસમાં લગભગ સાત કલાક સુધી લાંબી પૂછપરછ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસકર્તાઓએ ઓરીને અનેક મહત્ત્વના સવાલો કર્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે તે કઈ-કઈ ડ્રગ્સ અને રેવ પાર્ટીઓમાં ગયો હતો? તે અલીશા પારકરને કેવી રીતે ઓળખે છે? અને શું તે પણ ડ્રગ સપ્લાય ચેઈનનો ભાગ હતો? 26 નવેમ્બરની સાંજે પૂછપરછ પૂરી થયા બાદ ઓરીને જવા દેવામાં આવ્યો હતો.

'હું ડ્રગ્સ લેતો જ નથી' ANCના અધિકારીઓનાં સૂત્રો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે ઓરીએ તપાસકર્તાઓ સાથે બિલકુલ સહયોગ કર્યો નહોતો. તે દરેક વાતનો ઇનકાર કરતો રહ્યો અને સતત દાવો કરતો રહ્યો કે 'હું ડ્રગ્સ લેતો જ નથી.' ઓરીએ જણાવ્યું કે 'મારો બોલિવૂડના બધા લોકો સાથે સંપર્ક છે. હું પાર્ટીઓમાં માત્ર ફોટો પડાવવા જાઉં છું. બોલિવૂડ સેલેબ્સ પોતે મને બોલાવે છે, જેથી તે મારી સાથે ફોટા પડાવી શકે.

''મને ડ્રગ્સ વિશે કંઈ ખબર નથી' ડ્રગ્સ વિશે પૂછવામાં આવતાં ઓરીએ કહ્યું- 'મને ડ્રગ્સ વિશે કંઈ ખબર નથી.' તેણે અલીશા પારકરને ઓળખવાનો પણ સંપૂર્ણ ઇનકાર કર્યો. તેણે વધુમાં કહ્યું- 'હું એટલી બધી પાર્ટીઓ એટેન્ડ કરું છું કે મને યાદ જ નથી રહેતું કે ક્યાં શું થયું. હું દુબઈ, યુકે સહિત દુનિયાભરના દેશોમાં પાર્ટી કરવા જાઉં છું. બોલિવૂડ સેલેબ્સ મને તેમના બર્થ-ડે અને બીજી પાર્ટીઓમાં બોલાવે છે. હું એટલી બધી પાર્ટીઓ કરું છું કે મને કંઈ યાદ જ નથી.'

'સેલેબ્સ પૈસા ફેંકી મને ફોટો પડાવવા બોલાવે છે' ઓરીએ એવો પણ દાવો કર્યો કે ફોટા પડાવવાના બદલે સેલેબ્સ તેને ઘણા પૈસા ઓફર કરે છે, પણ તે લેતો નથી. તે ઇન્સ્ટાગ્રામ પ્રમોશન અને કોલેબોરેશન દ્વારા એક પ્રમોશનના ₹50 લાખથી ₹1 કરોડ સુધી કમાય છે.

સિદ્ધાંત કપૂરની પણ પૂછપરછ થઈ બીજી તરફ, એક્ટર શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સિદ્ધાંત પૂછપરછ દરમિયાન નવો મોબાઈલ ફોન લઈને આવ્યો હતો. હવે તેની નાણાકીય વિગતો અને વિદેશ યાત્રાઓની તપાસ કરવામાં આવી રહી છે અને તેને સલીમ શેખના નિવેદન સાથે સરખાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સિદ્ધાંતને ફરીથી પૂછપરછ માટે બોલાવી શકાય છે.

દાઉદ ગેંગ સાથે કનેક્શન? આ મહિનાની શરૂઆતમાં ઓરીને સમન્સ મોકલવામાં આવ્યું હતું, જ્યારે દુબઈથી ડિપોર્ટ થયેલા કથિત ડ્રગ તસ્કર મોહમ્મદ સલીમ, મોહમ્મદ સુહૈલ શેખે પૂછપરછમાં કેટલાંક મોટાં નામોનો ખુલાસો કર્યો હતો. શેખે દાવો કર્યો છે કે તેણે દુબઈ અને મુંબઈમાં ઘણી ભવ્ય પાર્ટીઓનું આયોજન કર્યું હતું, જેમાં નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર, સિદ્ધાંત કપૂર, ફિલ્મમેકર અબ્બાસ-મસ્તાન, રેપર લોકા, ઓરી અને NCP નેતા ઝીશાન સિદ્દીકી જેવી હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ સામેલ હતી. શેખનો દાવો છે કે- તેના તાર દાઉદ ઇબ્રાહિમ ગેંગ સાથે જોડાયેલા છે.

Image Gallery