Loading...

શું રોહિત-કોહલી વન-ડેમાં ટેસ્ટનો બદલો લઈ શકશે?:બન્ને દિગ્ગજના આવવાથી ટીમ એકદમ મજબૂત થઈ, સા.આફ્રિકા 10 વર્ષથી ભારતમાં સિરીઝ જીત્યું નથી

સાઉથ આફ્રિકાએ T20 ફાઇનલનો હિસાબ બરાબર કર્યો ભારતે 2024ના T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. ટીમ ઈન્ડિયાએ ચોથી વખત લિમિટેડ ઓવર્સનો વર્લ્ડ કપ જીત્યો, પણ સાઉથ આફ્રિકાને પહેલાં ટાઇટલથી દૂર કરી દીધું. એ મેચના લગભગ દોઢ વર્ષ પછી બંને ટીમ એકબીજા સામે ટકરાઈ. સાઉથ આફ્રિકાએ ભારતમાં ભારતને ટેસ્ટ સિરીઝ હરાવી અને પોતાની હારનો હિસાબ ચૂકવી દીધો.

સાઉથ આફ્રિકાને ભારતમાં છેલ્લી સિરીઝ જીત 2000માં મળી હતી. ત્યાર બાદથી ટીમે અહીં 5 સિરીઝ રમી, 3 ગુમાવી અને 2 ડ્રો કરાવી. ભારતનાં 25 વર્ષના આ દબદબાને પ્રોટીયેઝ ટીમે ખતમ કરી દીધો છે. હવે વન-ડે સિરીઝની 3 મેચ 30 નવેમ્બર, 3 ડિસેમ્બર અને 6 ડિસેમ્બરના રોજ રમાશે. ભારત અહીં 3-0થી જીતીને ટેસ્ટની હારના ઘાને અમુક હદ સુધી ઓછો કરી શકે છે.

વન-ડેમાં સાઉથ આફ્રિકાનું પલડું ભારે વન-ડે ક્રિકેટમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 58 મેચ રમાઈ. 27માં ભારત અને 30માં સાઉથ આફ્રિકાને જીત મળી. આ દરમિયાન એક મુકાબલો અનિર્ણીત રહ્યો. ભારત હવે 3-0થી જીતીને હેડ ટુ હેડમાં સાઉથ આફ્રિકાના દબદબાને ખતમ કરી શકે છે. ક્લીન સ્વીપથી વન-ડેમાં બંને ટીમની જીત-હારનો રેકોર્ડ બરાબર થઈ જશે.

સિરીઝના મામલામાં ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. બંને વચ્ચે અત્યારસુધી 15 વન-ડે સિરીઝ રમાઈ. 6માં સાઉથ આફ્રિકા અને 8માં ભારતને જીત મળી. 2005માં એક સિરીઝ ડ્રો પણ રહી હતી. બંનેએ 2023માં છેલ્લી વન-ડે સિરીઝ રમી હતી, જેને પણ ભારતે 2-1થી જીતી હતી.

ભારતમાં 10 વર્ષ પહેલાં છેલ્લી સિરીઝ જીતી હતી ભારતમાં બંને ટીમે 24 વન-ડે રમી, 14માં ભારત અને 10માં સાઉથ આફ્રિકાને જીત મળી, જોકે સિરીઝ જીતમાં ટીમ ઈન્ડિયા ઘણી આગળ છે. ભારતમાં બંનેએ 7 સિરીઝ રમી, 5માં ભારત અને માત્ર એકમાં સાઉથ આફ્રિકાને જીત મળી. એક સિરીઝ ડ્રો રહી. સાઉથ આફ્રિકાને એકમાત્ર સિરીઝ જીત 2015માં મળી હતી, ત્યારે 5 વન-ડેની સિરીઝ ટીમે એબી ડિવિલિયર્સની આગેવાનીમાં 3-2 થી જીતી હતી.

ઘરમાં છેલ્લાં 15 વર્ષથી રાજ કરી રહ્યું છે ભારત જાન્યુઆરી 2011 પછીથી ટીમ ઈન્ડિયાને ઘરઆંગણાના મેદાન પર કોઈપણ ફોર્મેટમાં હરાવવું ખૂબ મુશ્કેલ છે. ટેસ્ટમાં ચોક્કસ છેલ્લા એક વર્ષમાં હાલત ખરાબ થઈ ગઈ છે, પરંતુ વન-ડે અને T20માં દબદબો કાયમ છે. છેલ્લાં 15 વર્ષમાં ભારતે ઘરમાં 118 વન-ડે રમી. 84 જીતી અને માત્ર 31 ગુમાવી. આ દરમિયાન 2 મેચ ટાઈ અને 1 અનિર્ણીત પણ રહી, એટલે કે હોમગ્રાઉન્ડ પર ભારતે 71% વન-ડે જીતી છે.

ઘરમાં છેલ્લાં 15 વર્ષથી રાજ કરી રહ્યું છે ભારત જાન્યુઆરી 2011 પછીથી ટીમ ઈન્ડિયાને ઘરઆંગણાના મેદાન પર કોઈપણ ફોર્મેટમાં હરાવવું ખૂબ મુશ્કેલ છે. ટેસ્ટમાં ચોક્કસ છેલ્લા એક વર્ષમાં હાલત ખરાબ થઈ ગઈ છે, પરંતુ વન-ડે અને T20માં દબદબો કાયમ છે. છેલ્લાં 15 વર્ષમાં ભારતે ઘરમાં 118 વન-ડે રમી. 84 જીતી અને માત્ર 31 ગુમાવી. આ દરમિયાન 2 મેચ ટાઈ અને 1 અનિર્ણીત પણ રહી, એટલે કે હોમગ્રાઉન્ડ પર ભારતે 71% વન-ડે જીતી છે.

વન-ડે વર્લ્ડ કપની તૈયારી છે સાઉથ આફ્રિકા સિરીઝ ભારતે આ જ વર્ષે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વન-ડે સિરીઝથી 2027માં યોજાનારા વર્લ્ડ કપની તૈયારી શરૂ કરી દીધી. ટીમ ત્યાં સિરીઝ તો 2-1થી હારી ગઈ, પણ કોહલી અને રોહિતે પોતાનું ફોર્મ સાબિત કરી દીધું. કોહલીએ 50+ સ્કોર બનાવ્યા. વળી, રોહિત પ્લેયર ઑફ ધ સિરીઝ રહ્યો.

સાઉથ આફ્રિકા સિરીઝને મેળવીને વર્લ્ડ કપ સુધી ભારતને 21 વન-ડે રમવાની છે. આમાંથી જ ટીમને પોતાની પ્લેઇંગ કોમ્બિનેશન પણ ફાઈનલ કરવાની છે. શુભમન, શ્રેયસ અને બુમરાહ સ્કવોડમાં નથી. આવામાં આ સિરીઝથી ટીમને પોતાના બેકઅપ પ્લેયર્સને તૈયાર કરવાની તક મળશે.

Image Gallery