Loading...

ગોવામાં IFFI 2025 સમાપનમાં ઇન્ડિયન સ્ટાર્સ ઝળક્યા:રજનીકાંતને લાઇફટાઇમ અચીવમેન્ટ; 'બંદિશ બેન્ડિટ્સ સીઝન 2' બેસ્ટ વેબ સિરીઝ; 'કેસરી ચેપ્ટર 2' માટે કરણસિંહ ત્યાગીને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર એવોર્ડ

રજનીકાંતને મળ્યું સન્માન રજનીકાંતને ભારતીય સિનેમામાં 50 વર્ષ પૂરા કરવા બદલ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રજનીકાંત સવારે જ ગોવા પહોંચ્યા હતા, જ્યાં હોટલ સ્ટાફ અને ચાહકોએ તેમનું સ્વાગત કર્યું હતું.

સોશિયલ મીડિયા પર આવેલા વીડિયોમાં તેઓ ઢોલ-નગારાની ગૂંજ વચ્ચે નમ્રતાપૂર્વક ચાહકોનું અભિવાદન કરતા જોવા મળ્યા. સાંજે તેમનો પરિવાર પણ સમારોહમાં સામેલ થયો હતો.

સન્માન મળવા પર રજનીકાંતે કહ્યું,


હું ખૂબ જ નમ્રતા અને કૃતજ્ઞતા સાથે અહીં ઊભો છું અને 50 વર્ષના મારા કામને બિરદાવવા અને સન્માનિત કરવા બદલ દેશની સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું. જો હું પાછળ ફરીને જોઉં તો લાગે છે કે મેં માત્ર 10-15 વર્ષ કામ કર્યું છે અને તેનું કારણ ફક્ત સિનેમા અને અભિનય પ્રત્યેનો મારો પ્રેમ છે. તેથી, 100 વર્ષ પછી પણ હું ફરીથી એક્ટર, એટલે કે રજનીકાંત તરીકે જન્મ લેવા ઈચ્છીશ. તમારા પ્રેમ અને સ્નેહ બદલ આભાર.

ધર્મેન્દ્ર સહિત દિવંગત કલાકારોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

સમાપન કાર્યક્રમમાં આ વર્ષે દિવંગત થયેલા ફિલ્મ જગતના દિગ્ગજોને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ‘ઇન ફોન્ડ રિમેમ્બરન્સ ઓફ ધ આર્ટિસ્ટ્સ વી લોસ્ટ’ શીર્ષક હેઠળ આયોજિત આ પ્રસ્તુતિમાં ધર્મેન્દ્ર, કામિની કૌશલ, સુલક્ષણા પંડિત, સતીશ શાહ, પીયૂષ પાંડે, ઝુબિન ગર્ગ અને શ્યામ બેનેગલને યાદ કરવામાં આવ્યા.

પુરસ્કારોની જાહેરાત

IFFI માં આ વર્ષનો ગોલ્ડન પીકોક એવોર્ડ વિયેતનામી ફિલ્મ ‘સ્કિન ઓફ યૂથ’ ને મળ્યો. ફિલ્મના ડિરેક્ટર એશ મેફેયર અને એક્ટ્રેસ ટ્રાન ક્વાને મંચ પર આ સન્માન સ્વીકાર્યું.