Loading...

સની લિયોની-મલાઇકાનો 'અપ્સરા' અવતાર:મીની ડ્રેસમાં રેમ્પ વૉક કરીને ચાહકોને મોહિત કર્યાં, સલમાનની પૂર્વ ભાભી પર રૂમર્ડ ગર્લફ્રેન્ડે પ્રેમ વરસાવ્યો

ફ્લોઇંગ રોબે મીની રેડ ડ્રેસમાં ડ્રામા એડ કર્યો

મલાઇકા અરોરાએ સ્ટાઇલિસ્ટ એશ્લે રેબેલોનો ડ્રેસ પહેર્યો હતો. આ બોડી-હગિંગ જ્રેસ પાતળા અને સ્પાર્કલિંગ લાલ કાપડમાંથી બનાવવામાં આવ્યો હતો, જેમાં બંને બાજુઓ પર ઝિણવટભરેલા કટ્સ આપવામાં આવ્યા હતા. ડ્રેસનો અડધો ભાગ પારદર્શિ બસ્ટિયર જેવો રચાયેલો હતો. આ મીની ડ્રેસ સાથે મલાઇકાએ એક લાંબો, ફ્લોઈંગ અને ડ્રામેટિક રોબ પહેર્યો હતો, જે આઉટફિટને વોલ્યુમ અને ભવ્યતા આપતો હતો.

ગોલ્ડન ટિયારાએ લુકમાં ચાર ચાંદ ઉમેર્યા

મલાઇકાએ આ ડ્રેસની સાથે એક ટિયારા તરીકે ગોલ્ડન હેડપીસ પહેર્યો હતો. ગોલ્ડન હેડપીસ રેડ આઉટફિટ સાથે કોન્ટ્રાસ ઉભો કરીને લુકની સુંદરતામાં વધારો કરી રહ્યો હતો. સાથે જ મલાઇકાએ તેના વાળને અપડો બનમાં સ્ટાઇલ કર્યા હતા. મલાઇકાએ મેકઅપને મિનિમલ અને નેચરલ રાખ્યો હતો. તેણે પોઈન્ટેડ ટો રેડ હાઈ-હીલ પમ્પ્સ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો.

સની લિયોનનો 'સ્પાર્કલિંગ સિલ્વર' અવતાર

મલાઇકાની સાથે સની લિયોને પણ ઇવેન્ટમાં રેમ્પ વોક કર્યું હતું. સનીએ સ્પાર્કલિંગ સિલ્વર ટોપ અને ડ્રામેટિક હોટ પિંક સ્કર્ટમાં રેમ્પવોક કર્યું હતું. વોક દરમિયાન તેણે તેનું હોટ પિંક સ્કર્ટ હટાવી દીધું હતું. સનીએ સિલ્વર જ્વેલરી સ્ટડેડ બ્રાલેટ અને મીની સ્કર્ટ પહેર્યું હતું. તેના ડ્રેસ પર સીક્વન્સ અને બારીક મિરર વર્ક કરવામાં આવ્યું હતું.

ડ્રેસમાં વધુ ડ્રામા એડ કરવા માટે તેણે સિલ્વર કલરની હાઈ હિલ્સ અને સિલ્વર ચેઈનથી બનેલો હેડ સ્કાર્ફ પહેર્યો હતો. તેણે સ્લીક બન હેરસ્ટાઇલ, મેટાલિક સિલ્વર આઇલિડ્સ, ફ્લશ્ડ ચિક્સ સાથે ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી હતી.

સલમાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે તેની પૂર્વ ભાભી પર પ્રેમ વરસાવ્યો

મલાઇકા રેમ્પ વોક કરીને બેકસ્ટેજ પહોંચી, ત્યારે સલમાન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વન્તુરે તેને ગળે લગાવી લીધી. યુલિયાને જોઈને મલાઇકાની ખુશીનો પણ પાર ન રહ્યો, તેણે પણ યુલિયાને ટાઇટ હગ આપ્યું. બાદમાં બંને લાંબો સમય સુધી એકબીજાનો હાથ પકડીને વાતો કરતા રહ્યા.

Image Gallery