ઇઝરાયલે સુરંગમાં ફસાયેલા 40 હમાસ ફાઇટર્સને માર્યા:છેલ્લા 9 મહિનાથી ફસાયેલા હતા; ઇઝરાયલે બહાર નીકળવા ન દીધા
સુરંગમાં ફસાયેલા લડવૈયાઓ હમાસ-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધવિરામથી અજાણ
રોઇટર્સે ગયા મહિને તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે રાફામાં હાજર હમાસના લડવૈયાઓ, જેમનો છેલ્લા 7-8 મહિનાથી સંપર્ક થઈ શક્યો નથી, કદાચ એ પણ નથી જાણતા કે હવે યુદ્ધવિરામ લાગુ થઈ ગયો છે. તેમાંથી એકે કહ્યું કે તે લડવૈયાઓને ત્યાંથી બહાર કાઢવા યુદ્ધવિરામ જાળવી રાખવા માટે જરૂરી છે.
ગયા મહિને 6 નવેમ્બરે ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક સમજૂતીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે હમાસના લડવૈયાઓને સુરક્ષિત બહાર નીકળવાનો રસ્તો આપવામાં આવે. ઇઝરાયલ તેમને મારવાને બદલે કોઈ ત્રીજા દેશમાં અથવા ગાઝાના બીજા ભાગમાં જવાની તક આપે. જોકે, ઇઝરાયલ આ માટે સહમત થયું નથી.
લડવૈયાઓને છોડવાના બદલામાં હથિયાર હેઠા મૂકવાની શરત
યુદ્ધવિરામ કરાર હેઠળ લડવૈયાઓને છોડવાના બદલામાં હમાસના લડવૈયાઓ હથિયાર હેઠા મૂકે અને ગાઝા નીચે બનેલી સુરંગોની સંપૂર્ણ માહિતી આપશે. જેથી ઇઝરાયલ તેમને નષ્ટ કરી શકશે. આ ડીલથી ઇજિપ્ત ઇચ્છતું હતું કે યુદ્ધવિરામ જળવાઈ રહે, કારણ કે રાફામાં લડાઈ વધવાથી ફરીથી યુદ્ધ ફાટી નીકળી શકે છે.
આ પ્રસ્તાવ અમેરિકા અને કતારની જાણમાં હતો, જેથી ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષવિરામને બચાવી શકાય. આ અંગે હમાસે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. ઇઝરાયલે પણ આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. તેમનું કહેવું છે કે તેઓ આતંકવાદીઓ સાથે કોઈ સમજૂતી કરશે નહીં.
