Women’s health : શું તમે જાણો છો કે ઓવ્યુલેશન દરમિયાન તમારા શરીરમાં ખરેખર શું થાય છે? જાણો
જે સમયે આ એગ રિલીઝ થાય છે. તે સમયે આની ફર્ટાઈલ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. જો આ સમય પર સેક્શુઅલ રિલેશન બનાવો છો. તો પ્રેગ્નન્સીના ચાન્સ વધારે રહે છે. ઓવ્યુલેશનના દિવસમાં શરીરમાં એસ્ટ્રોજન અને લ્યુટિનાઈઝિંગ હોર્મોન વધારે એક્ટિવ હોય છે. આ અસર મહિલાઓના મૂડ, એનર્જી લેવલ અને સેક્શુઅલ ડિઝાયર પર પડે છે. શરીરમાં LHમાં વધારો એ ઇંડાને ફોલિકલમાંથી બહાર આવવાનો સંકેત આપે છે.
આ સમયે કેટલીક મહિલાઓને બ્લોટિંગ કે પેટના નીચેના ભાગમાં દુખાવો થઈ શકે છે. કેટલીક વખત બોડીનું ટેમ્પરેચર પણ વધી જાય છે. કેટલીક મહિલાઓને પેટમાં પણ દુખાવો થાય છે.
ઓવ્યુલેશનનો મતલબ માત્ર એગ રિલીઝ થવો નથી પરંતુ આ સમયે થનારા હોર્મોનલ અને ફિઝિકલ ફેરફાર મહિલાઓના આખા શરીર પર અસર કરે છે.આ સમય પર વજાઈનલ ડિસ્ચાર્જ પણ વધારે થઈ શકે છે. આ ડિસ્ચાર્જ એકદમ ક્લિયર હોય છે. આને પણ ફર્ટાઈલ દિવસનો એક સંકેત માનવામાં આવે છે. કેટલીક મહિલાઓને પીરિયડ્સથી પહેલા બ્રેસ્ટ ટેડરનેસ હોય છે.
કેટલીક મહિલાઓને ઓવ્યુલેશનની આસપાસ બ્રેસ્ટમાં સોજો આવવો કે પછી દુખાવો પણ થાય છે. આ 1-2 દિવસમાં યોગ્ય થઈ જાય છે.જે પ્રોજેસ્ટેરોન હોર્મોન વધવાનું કારણ હોય છે.
પ્રેગ્નન્સીનો પ્લાન કરતી સ્ત્રીઓ માટે આ દિવસો ઓળખવા ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.ઓવ્યુલેશન સમયે મહિલાઓના શરીરમાં અનેક ફેરફાર થાય છે. જેને સમજવા ખુબ જરુરી છે.
