Loading...

નર્સરીની બાળકી સાથે ક્રૂરતા:હૈદરાબાદમાં સ્કૂલ અટેન્ડન્ટે નિર્દયતાથી મારી; વાળ ખેંચ્યા, જમીન પર પછાડીને પગથી કચડી; પાડોશીએ વીડિયો બનાવ્યો

બાળકીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ, શરીર પર ઈજાનાં ઘણાં નિશાન સૂત્રો મુજબ, બાળકીએ ઘટનાની પહેલી સાંજથી કંઈપણ ખાધું નહોતું અને તે ખૂબ જ નબળી લાગી રહી હતી. મારપીટ પછી બાળકીની તબિયત બગડી તો પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેની ગંભીર હાલત જોતાં તપાસ કરી. ડોક્ટરોએ જણાવ્યું કે બાળકીના શરીર પર ઈજાનાં ઘણાં નિશાન મળ્યાં છે, જે ગંભીર શારીરિક હિંસા તરફ ઈશારો કરે છે.

વીડિયો જોયા પછી બાળકીનાં માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે આરોપી અટેન્ડન્ટ ન માત્ર બાળકીને પીટી રહી હતી, પરંતુ તેની સતામણી પણ કરી રહી હતી. આના પછી પોલીસે મહિલાને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી. અધિકારીઓ મુજબ, આરોપી વિરુદ્ધમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

પોલીસની કાર્યવાહી પોલીસે રવિવારે જણાવ્યું હતું કે હુમલો સ્કૂલ બંધ થયા પછી થયો, જ્યારે બાળકીની માતા જે-તે જ સ્કૂલમાં બસ-કંડક્ટર તરીકે કામ કરે છે, તેઓ બાળકોને છોડવા ગયાં હતાં. એે સમયે તેમની દીકરી સ્કૂલ પરિસરની અંદર જ હતી.

જેડીમેટલા પોલીસ ઇન્સ્પેક્ટર મુજબ, આરોપી અને બાળકીની માતા વચ્ચે સંબંધો સારા નહોતા. લક્ષ્મીને એ પણ ડર હતો કે યુવાન અને નવી સ્ટાફ હોવાને કારણે બાળકીની માતા તેની નોકરીની જગ્યા લઈ શકે છે. પોલીસે એ પણ જણાવ્યું કે હજી સુધી કોઈ અન્ય વાલીએ આ પ્રકારની ઘટનાની ફરિયાદ નથી કરી અને આ મામલો એક અલગ-થલગ ઘટના હોય એેવું લાગે છે.

શિક્ષણ વિભાગે રિપોર્ટ માગ્યો શિક્ષણ વિભાગે સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. વિભાગે સંકેત આપ્યા છે કે જો બેદરકારી સાબિત થશે તો સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે અને પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.

Image Gallery