Loading...

માધુરીએ આઇકોનિક ગીતો પર ડાન્સ કરી મનડાં મોહી લીધાં!:પર્ફોર્મન્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ, ફેન્સે દુનિયાની સૌથી શ્રેષ્ઠ ડાન્સર ગણાવી

સોશિયલ મીડિયા પર માધુરીનો વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. રાહુલ નામના એક યુઝરે લખ્યું- '34 વર્ષ પછી વધુ સુંદર લાગી રહ્યા છો.' દીપિકા ચાંદ લખે છે- 'આ દુનિયાની સૌથી આઇકોનિક ડાન્સર.' એક યુઝરે લખ્યું- 'આજે પણ તે ખૂબ જ સુંદર લાગી રહી છે.' અન્ય એક યુઝરે લખ્યું- 'આ ગીતે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી.'

તાજેતરમાં માધુરી રિયાલિટી શો 'બિગ બોસ 19'માં પોતાની સિરીઝને પ્રમોટ કરવા પહોંચી હતી. શો પર સલમાન સાથે શૂટ કરવામાં આવેલો તેમનો એપિસોડ વીકેન્ડ કા વાર એપિસોડમાં જોવા મળશે. શૂટિંગમાંથી સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો સામે આવ્યો, જેમાં માધુરી સફેદ ડ્રેસમાં સલમાન ખાન સાથે પોઝ આપતી જોવા મળી હતી.

બીજી તરફ, માધુરીની સિરીઝ 'મિસિસ દેશપાંડે'ની વાત કરીએ તો, તેનું નિર્દેશન નાગેશ કુકનૂરે કર્યું છે. એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ તેનું નિર્માણ કરી રહ્યું છે. આ સિરીઝ OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર 19 ડિસેમ્બરથી સ્ટ્રીમ થશે.