Loading...

વડોદરાના શિનોરથી રાષ્ટ્રીય એકતા પદયાત્રા શરૂ:8માં દિવસે યાત્રાના 115 કિમી પુરા થયા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા; જય સરદારના નારા લાગ્યા

'સરદાર પટેલે આખા રાષ્ટ્રના રાજા રજવાડાને એક કર્યા' રાજ્યપાલ આચાર્યની દેવવ્રતે જણાવ્યું હતું કે, વલ્લભ ભાઈ પટેલે વકીલાત છોડીને ખેડૂતો માટે બારડોલી સત્યાગ્રહમાં જોડાયા અને ખેડૂતો માટે લડ્યા, ત્યાર સુધી તેઓ માટે વલ્લભ ભાઈ હતા, ત્યારબાદ તેઓ સરદાર બન્યા. સરદાર વલ્લભભાઈ પટેલે બહાદુરી બતાવીને રાજા રજવાડાને સમજાવીને એકસુત્રમાં બાંધ્યા. આખા રાષ્ટ્રના રાજા રજવાડાને એક કર્યા. જૂનાગઢ અને હૈદરાબાદે ભારતમાં જોડાવવાની ના પાડી હતી, તેમને તેમના શબ્દોમાં સમજાવ્યા અને દેશને એક કર્યો છે.

'પીએમ નરેન્દ્ર મોદીએ ધારા 370 હટાવીને સરદાર પટેલનું કામ પૂરું કર્યું' રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ ધારા 370 હટાવીને સરદાર પટેલનું કામ પૂરું કર્યું.સરદાર જે સન્માનના હકદાર હતા, તે તેમને સન્માન તેમને નરેન્દ્ર મોદીએ અપાવ્યું.સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી પ્રતિમા બનાવીને સન્માન આપ્યું છે. ગુજરાતની આ ધરતી સંત મહાત્મા અને રાષ્ટ્ર ભક્તોની ધરતી રહી છે, ત્યારે ગુજરાત અને દેશ સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે, તેમાં જોડાયેલા તમામ લોકો અભિનંદનને પાત્ર છે.

આચાર્ય નરેન્દ્ર મોદીએ ધારા 370 હટાવીને સરદાર પટેલનું કામ પૂરું કર્યું- રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, આચાર્ય નરેન્દ્ર મોદીએ ધારા 370 હટાવીને સરદાર પટેલનું કામ પૂરું કર્યું. સરદાર જે સન્માનના હકદાર હતા, તે તેમને સન્માન તેમને નરેન્દ્ર મોદીએ અપાવ્યું.સરદાર વલ્લભ ભાઈ પટેલની વિશ્વની સૌથી પ્રતિમા બનાવીને સન્માન આપ્યું છે. ગુજરાતની આ ધરતી સંત મહાત્મા અને રાષ્ટ્ર ભક્તોની ધરતી રહી છે, ત્યારે ગુજરાત અને દેશ સરદાર વલ્લભ ભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યો છે, તેમાં જોડાયેલા તમામ લોકો અભિનંદનને પાત્ર છે.