Loading...

'ફિઝિકલ ચીટિંગ'વાળી વાત મજાક હતી':સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ ટ્વિંકલ ખન્નાનો યુ-ટર્ન; ટોક શોમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું

નોંધનીય છે કે, ઓક્ટોબરમાં ટ્વિંકલ અને કાજોલના શોના એક એપિસોડમાં જાહ્નવી કપૂર અને કરણ જોહર મહેમાન બનીને પહોંચ્યાં હતાં. શોના એક સેગમેન્ટમાં હોસ્ટે બંનેને પૂછ્યું કે, 'ઇમોશનલ ચીટિંગ અને ફિઝિકલ ચીટિંગમાંથી કયું વધારે ખરાબ છે?'

જ્યાં કરણ, કાજોલ અને ટ્વિંકલનું માનવું હતું કે, ફિઝિકલ ચીટિંગને અવગણી શકાય છે. જ્યારે જાહ્નવીએ કહ્યું હતું કે, 'ફિઝિકલ ચીટિંગ તેના માટે એક મોટો આઘાત હશે.' ત્યારે ટ્વિંકલે કહ્યું હતું કે, 'સમય જતાં લોકો આવી ઘટનાઓને ભૂલી શકે છે.' ઉદાહરણ તરીકે તેણે 'રાત ગઈ, બાત ગઈ' કહેવતનો ઉપયોગ કર્યો હતો.