રાજસ્થાનમાં તાપમાન 3.2°C, કોલ્ડવેવનું એલર્ટ:હિમાચલમાં પારો શૂન્યથી નીચે; MPના 10 શહેરોનું તાપમાન 10°Cથી ઓછું, UPમાં 7 ફ્લાઇટ રદ
રાજ્યોમાં હવામાનની 2 તસવીરો...
રાજસ્થાન: શીતલહેરથી પારો 6 ડિગ્રી સુધી ગગડ્યો, આગામી 2 દિવસ કોલ્ડ-વેવનું એલર્ટ
ઉત્તર ભારતમાંથી આવતા બર્ફીલા પવનોએ રાજસ્થાનમાં ઠંડી વધારી દીધી છે. રાજ્યના શેખાવટી વિસ્તારમાં પારો 6 ડિગ્રી સુધી ગગડી ગયો છે. અહીંના સીકર, ચુરુ અને ઝુનઝુનુ જિલ્લામાં સવાર-સાંજ કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી શીતલહેરની અસર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
મધ્ય પ્રદેશ: બર્ફીલી હવાને કારણે ઠંડી વધશે, ભોપાલ-ઇન્દોર સહિત ઘણા શહેરોમાં 2-3 ડિગ્રી વધુ ઘટશે પારો
મધ્યપ્રદેશમાં હવે કડકડતી ઠંડીનો દોર શરૂ થશે. હવામાન વૈજ્ઞાનિકોના મતે, પહાડોમાં હિમવર્ષા અને પછી બરફ પીગળવાથી ઠંડી હવાઓ રાજ્યમાં આવશે. જેનાથી ઠંડીની અસર વધી જશે. આગામી 2 દિવસમાં ભોપાલ, ઇન્દોર-ગ્વાલિયર સહિત અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે.
ઉત્તર પ્રદેશ: આગામી 2 દિવસ ગાઢ ધુમ્મસનું એલર્ટ, મુઝફ્ફરનગરમાં સૌથી વધુ ઠંડી, પારો 7.1°C નોંધાયો
યુપીના પશ્ચિમી અને પૂર્વીય વિભાગોના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં નીચે નોંધાયું. રાજ્યમાં મુઝફ્ફરનગર સૌથી ઠંડું રહ્યું. અહીં પારો 7.1°C નોંધાયો. ઓછી વિઝિબિલિટીને કારણે લખનઉમાં 20થી વધુ ફ્લાઇટ્સ મોડી પહોંચી, જ્યારે દિલ્હી, કોલકાતા અને મુંબઈની 7 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.
હિમાચલ પ્રદેશ: બરફ જોવા રોહતાંગ પાસ જઈ શકશે પ્રવાસીઓ, ધૂમ્મસ-કોલ્ડવેવથી ઠંડી વધી, 17 શહેરોમાં 5°Cથી નીચે પારો
હિમાચલ પ્રદેશમાં કુલ્લુ જિલ્લા પ્રશાસને રોહતાંગ પાસ માટે વાહનોની અવરજવર 10 ડિસેમ્બર સુધી ફરી શરૂ કરી દીધી છે. આ પછી, દેશભરમાંથી કુલ્લુ-મનાલી પહોંચી રહેલા પ્રવાસીઓ બરફ જોવા માટે રોહતાંગ પાસ જઈ શકશે. ગયા સોમવારે પણ એક દિવસ માટે રોહતાંગ પાસ પર પ્રવાસીઓને મોકલવામાં આવ્યા હતા. પરંતુ મંગળવાર અને બુધવારે ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હરિયાણા: 4 જિલ્લામાં શીતલહેરનું એલર્ટ, દિવસ દરમિયાન ફૂંકાશે ઠંડા પવનો
હરિયાણામાં આજથી સતત 3 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે. આ દરમિયાન હરિયાણાના 4 જિલ્લામાં કોલ્ડવેવ રહી શકે છે. આમાં સિરસા, ફતેહાબાદ, હિસાર અને પંચકુલા જિલ્લાનો સમાવેશ થાય છે. પશ્ચિમી વિક્ષોભ પહેલા હરિયાણામાં લઘુત્તમ તાપમાનની સાથે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.
