પાણીપતમાં 4 બાળકોની હત્યા, સાયકો કિલર મહિલા અરેસ્ટ:પોતાના દીકરાને પણ પાણીમાં ડુબાડ્યો; સુંદર દેખાતા બાળકોને નિશાન બનાવતી હતી
4 હત્યાઓની કહાની...
- આ ચાર બાળકોની હત્યા કરી: એસપી ભૂપેન્દ્ર સિંહે જણાવ્યું કે સોનીપતના ભાવડ ગામના રહેવાસી નવીનની પત્ની પૂનમ બાળકોની હત્યા કરી રહી હતી. વર્ષ 2023માં આરોપી મહિલાએ પોતાની નણંદની દીકરી અને પોતાના દીકરાની હત્યા કરી હતી. ઓગસ્ટ 2025માં મહિલાએ સિવાહ ગામમાં પણ એક બાળકીને મોતને ઘાટ ઉતારી હતી.
- ભાણીની હત્યા સાથે દીકરાને પણ માર્યો: મહિલાએ સૌથી પહેલા પોતાની ભાણીની હત્યા કરી હતી. જે સમયે મહિલાએ તેને ટબમાં ડુબાડી હતી, તે સમયે મહિલાનો દીકરો પણ તેની સાથે રમી રહ્યો હતો. જેણે પાણીમાં ડુબાડતા જોઈ લીધું હતું. એટલે મહિલાએ પોતાના દીકરાને પણ તે જ સમયે પાણીમાં ડુબાડીને મારી નાખ્યો હતો.
- બે હત્યાઓની આ બનાવી કહાની: પછી કહાની બનાવી હતી કે બંને બાળકો એક સાથે રમી રહ્યા હતા. અચાનક શંકાસ્પદ સંજોગોમાં તેઓ પાણી સુધી પહોંચી ગયા. જ્યાં બંને પાણીમાં ડૂબી ગયા અને તેમનું મૃત્યુ થઈ ગયું. મહિલાના પોતાના દીકરાનું પણ મૃત્યુ થવાને કારણે કોઈને તેની કહાની પર શંકા થઈ ન હતી.
- નિવૃત્ત SI દાદાએ શંકા વ્યક્ત કરી હતી: નૌલ્થા ગામમાં પાણીના ટબમાં ડૂબી જવાથી બાળકી વિધિ (ઉં.વ.6)નું મોત થયું હતું. બાળકીના દાદા, નિવૃત્ત SI પાલ સિંહે, બાળકીને પાણીમાં ડુબાડીને હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે મૃત બાળકીના દાદાની ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો.
ચોથી હત્યામાં પકડાઈ સાયકો કિલર...
- ભાવડ ગામના રહેવાસી પાલ સિંહ 1 ડિસેમ્બરે સંબંધી સતપાલના પુત્ર અમનના લગ્નમાં ગયા હતા. સાથે પત્ની ઓમવતી, પુત્ર સંદીપ, પુત્રવધૂ અને 6 વર્ષની પૌત્રી વિધિ હતી. તે અને પુત્ર સંદીપ જાનમાં ગયા. થોડીવાર પછી ફોન પર માહિતી મળી કે વિધિ ગુમ થઈ ગઈ છે અને તે મળી રહી નથી.
- આખો પરિવાર બાળકીની શોધમાં લાગી ગયો. લગ્નવાળા ઘરમાં પહેલા માળે સ્ટોર રૂમમાં વિધિનો મૃતદેહ મળ્યો. પાણીના ટબમાં વિધિનું માથું ડૂબેલું હતું અને તેના પગ જમીન પર હતા.
- બાળકીના દાદા પાલ સિંહે આરોપ લગાવ્યા હતા કે કોઈ અજાણ્યા વ્યક્તિએ પાણીમાં ડુબાડીને બાળકીની હત્યા કરી છે. પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધી તપાસ શરૂ કરી. આરોપી મહિલા નવીનની પત્ની પૂનમની ધરપકડ કરવામાં આવી. આરોપી મહિલા મૃતક બાળકીની સંબંધમાં કાકી છે.
