ડ્રગ્સ મુદ્દે ડિબેટ કરવા મેવાણીની હર્ષ સંઘવીને ચેલેન્જ:કહ્યું- આવો ગુજરાત પોલીસ ભવનમાં વન ટુ વન થઈ જાય, દારૂ- ડ્રગ્સના વિરોધમાં NSUIની બાઈક રેલી
દારુ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ છેલ્લા કેટલાક દિવસોથી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણ સામે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરી દારૂ, ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. જેને લઈને NSUI દ્વારા પણ બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. બાઈક રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી સેપ્ટ યુનિવર્સિટીથી એચ.એલ.કોલેજ થઈ GLS યુનિવર્સિટીથી ગુજરાત કૉલેજથી રાજીવ ગાંધી ભવન પહોંચી હતી.
દારુ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ
છેલ્લા કેટલાક દિવસોથી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણ સામે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરી દારૂ, ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. જેને લઈને NSUI દ્વારા પણ બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. બાઈક રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી સેપ્ટ યુનિવર્સિટીથી એચ.એલ.કોલેજ થઈ GLS યુનિવર્સિટીથી ગુજરાત કૉલેજથી રાજીવ ગાંધી ભવન પહોંચી હતી.
હર્ષ સંઘવીને પોલીસ ભવનમાં ડિબેટ કરવા મેવાણીની ચેલેન્જ
બાઈક રેલીમાં ફરી એક વખત જીગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહ મંત્રીને ફરી ચેલેન્જ કરી છે. ડ્રગ્સના ક્યાંથી આવે છે તેને લઈને ડીબેટ કરવા માટે માટે જીગ્નેશ મેવાણીએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ચેલેન્જ કરી છે.
