ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ખેડૂતોના માથે માવઠાનું સંકટ યથાવત !
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારો જોવા મળશે. આગામી 4 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધે તેવી શક્યતા છે. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકડતી ઠંડીનો સામનો કરવો પડે તેવી આગાહી કરવામાં આવી છે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ઠંડીનો પારો ગગડી શકે છે. તેમજ રાજ્યના શહેરોમાં 10થી 14 ડિગ્રી તાપમાન નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે.
