52 વર્ષની ઐશ્વર્યાનો કાતિલ લુક:વિદેશમાં ₹5.40 લાખના ગાઉનમાં સુંદરતાની ચમક વિખેરી, એન્ટ્રી થતાં જ બેકાબૂ ફેને બૂમ પાડી- 'આઈ લવ યુ'
નવા લુકમાં ઐશ્વર્યાનો કાતિલ અંદાજ પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ શેર કરી છે, જેમાં તેનો નવો લુક જોવા મળી રહ્યો છે. આ ન્યૂ એન્ડ ફ્રેશ લુકમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને સુંદર લાગી રહી છે. ઉપરાંત પહેલાં કરતાં વજન ઘટાડ્યું હોય એવું પણ દેખાય રહ્યું છે.
સાડાપાંચ લાખ રૂપિયાનું ગાઉન પહેર્યું હતું પોસ્ટમાં ઐશ્વર્યા રાય બ્લેક ગાઉનમાં ક્લાસી પોઝ આપતી જોવા મળી રહી છે. એક ફોટો ફુલ લુક સાથે છે અને બીજો ક્લોઝઅપ ફોટો શેર કર્યો. ફુલ લુકમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને બૉસી લાગી રહી છે, જ્યારે ક્લોઝઅપમાં તેના ચહેરાની ચમક અને સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી છે. કેટલાક ચાહકો કહે છે કે ઐશ્વર્યા પહેલાં કરતાં પણ વધુ ફિટ દેખાય છે. એક્ટ્રેસે ડોલ્સે & ગબ્બાનાનું લોન્ગ બ્લેક સિલ્ક ગાઉન પહેર્યું હતું, જેની કિંમત આશરે રૂ. 5,40,000 હતી. તેના ગળામાં આકર્ષક ગ્રીન પન્નાનો હાર જોવા મળી રહ્યો હતો અને એકદમ લાઈટ મેકઅપ લુક ચહેરાનું નૂર વધારી રહ્યું હતું.
'આઇ લવ યુ ઐશ્વર્યા' રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 4 ડિસેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં શરૂ થયો હતો. એ 13 ડિસેમ્બર સુધી ચાલશે. હિન્દી સિનેમાની ઘણી હસ્તીઓ પણ હાજરી આપે એવી અપેક્ષા છે. પહેલા દિવસે ઐશ્વર્યા રાય ફેસ્ટિવલમાં હાજરી આપતી જોવા મળી હતી. જ્યારે હોસ્ટે તેનો પરિચય કરાવ્યો ત્યારે તેનામાં ખૂબ જ આત્મવિશ્વાસ દેખાય રહ્યો હતો. ઐશ્વર્યાએ એન્ટ્રી સાથે જ ચાહકોનો આભાર માન્યો. એવામાં અચાનક એક ફેન બૂમ પાડે છે- આઇ લવ યુ... જેનો તેણે સ્માઈલ સાથે જવાબ આપ્યો- આઇ લવ યુ ઓલ.
'નમસ્તે, સલામ વાલેકુમ'થી ઐશ્વર્યાએ બોલવાની શરૂઆત કરી ઐશ્વર્યાએ બોલવાની શરૂઆત 'નમસ્તે, સલામ વાલેકુમ'થી કરી અને બધાનું અભિવાદન કરીને સ્વાગત કર્યું. એક્ટ્રેસે આગળ કહ્યું- 'તમે બધા જે પ્રેમ આપો છો એ મારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. મને અહીં આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.'
રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ 2025નો એન્ટ્રી લુક
યુઝર્સે ભરી ભરીને વખાણ કર્યાં ઐશ્વર્યા રાયના આ ફોટા ઇન્ટરનેટ પર તરત જ વાઈરલ થઈ ગયા છે. યુઝર્સ સતત તેનાં વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરી- "તમારી અદા અને સુંદરતાનો કોઈ મુકાબલો કરી શકે એમ નથી." બીજાએ લખ્યું, "દુનિયાની સૌથી સુંદર મહિલા." અન્ય યુઝરે કહ્યું- "સુંદરતાની બોસ લેડી છો." આ ફોટા પર આવી ઘણી કોમેન્ટ આવી રહી છે.
