Loading...

મેચ પૂરી થયા પછી રોહિત-કોહલીની મસ્તી વાઇરલ:લાઇવ મેચમાં વિરાટ-કુલદીપે સાલસા ડાન્સ કર્યો, સ્લો ડાન્સ જોઈને બધા પ્લેયર્સ હસવા લાગ્યા; મેચ મોમેન્ટ્સ

IND Vs SA ત્રીજી વનડેની ટોપ-12 મોમેન્ટ્સ...

1. રાહુલનો ટોટકો, ડાબા હાથેથી સિક્કો ઉછાળ્યો

કેપ્ટન કેએલ રાહુલે ટોસ માટે અસામાન્ય શૈલી અપનાવી અને જમણા હાથને બદલે ડાબા હાથે સિક્કો ઉછાળ્યો. પરિણામ એ આવ્યું કે ભારતે આખરે 20 વનડે પછી ટોસ જીતી લીધો.

ભારતે છેલ્લો ટોસ 2023 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં જીત્યો હતો, ત્યારથી 20 મેચમાં સતત હારનો રેકોર્ડ બન્યો હતો. જોકે, વનડેમાં આ પહેલા ખરાબ ટોસ પર્ફોર્મન્સનો સિલસિલો માત્ર નેધરલેન્ડના નામે રહ્યો હતો. ટીમે માર્ચ 2011 થી ઓગસ્ટ 2013 વચ્ચે સતત 11 ટોસ ગુમાવ્યા હતા.

2. અર્શદીપને પહેલી જ ઓવરમાં વિકેટ

પહેલી જ ઓવરમાં અર્શદીપ સિંહે ભારતને દમદાર શરૂઆત અપાવી. તેણે ઓપનર રાયન રિકેલ્ટનને વિકેટકીપર કેએલ રાહુલના હાથે કેચ કરાવીને પેવેલિયન ભેગો કર્યો. ફુલ લેન્થ બોલ પર રિકેલ્ટન ડ્રાઇવ રમવા ગયો, પરંતુ બોલ બેટના કિનારે અડીને સીધો રાહુલના હાથમાં જતો રહ્યો. રિકેલ્ટન ખાતું પણ ખોલી શક્યો નહીં.

3. રોહિત-ઋતુરાજે ડી કોકને જીવનદાન આપ્યું

ત્રીજી ઓવરમાં ક્વિન્ટન ડી કોકને જીવનદાન મળ્યું. હર્ષિત રાણાની ઓફ સ્ટમ્પની બહારની ફુલ લેન્થ બોલ પર ડી કોકે ડ્રાઇવ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ બેટની બહારની કિનારીએ અડીને સ્લિપની ઉપરથી ઝડપથી બાઉન્ડ્રી તરફ નીકળી ગયો.

રોહિત અને ઋતુરાજ બંને ફક્ત બોલને માથા ઉપરથી જતા જોઈ રહ્યા હતા. એવું લાગ્યું કે સેકન્ડ સ્લિપ પર ઉભેલા ઋતુરાજે પ્રયાસ તો કરી શક્યા હોત. આ ચૂકી ગયેલી તકથી હર્ષિત રાણા ખૂબ નારાજ દેખાયો.

4. ડી કોકની સિક્સથી સેન્ચુરી

30મી ઓવરમાં ક્વિન્ટન ડી કોકે પોતાની સદી પૂરી કરી. તેણે માત્ર 80 બોલમાં સદી ફટકારી. હર્ષિત રાણાની શોર્ટ ઓફ લેન્થ બોલ પર ડી કોકે પુલ શોટ રમ્યો અને બોલને ડીપ મિડવિકેટ ઉપરથી છગ્ગા માટે મોકલી દીધો. આ તેના વનડે કરિયરની 23મી સદી હતી.

5. બ્રેવિસને પહેલો બોલ હેલ્મેટ પર વાગ્યો

એડન માર્કરમના આઉટ થયા બાદ ક્રીઝ પર આવેલા ડેવાલ્ડ બ્રેવિસની શરૂઆત ઘણી પીડાદાયક રહી. હર્ષિત રાણાની ઓવરનો પાંચમો બોલ શોર્ટ પિચ હતો, જેના પર બ્રેવિસે ફરીને બચવાનો પ્રયાસ કર્યો અને આંખ પણ હટાવી લીધી. બોલ સીધો તેના હેલ્મેટની પાછળ વાગ્યો અને અથડાઈને ફાઇન લેગ તરફ બાઉન્ડ્રી સુધી ગયો.

6. પ્રસિદ્ધે ડી કોકને બોલ્ડ કર્યો

33મી ઓવરના પાંચમા બોલ પર પ્રસિદ્ધ કૃષ્ણાએ ક્વિન્ટન ડી કોકની શાનદાર ઇનિંગ્સનો અંત કર્યો. તેણે ફુલ લેન્થનો ઝડપી બોલ ફેંક્યો, જેના પર ડી કોક લાઇનને સંપૂર્ણપણે કવર કરી શક્યો નહીં અને ઓન સાઇડમાં શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ અંદરની તરફ ગતિ કરતો તેના બેટને ચકમો આપીને સીધા સ્ટમ્પ ઉડાવી દીધા. ડી કોક 106 રન બનાવીને બોલ્ડ થયો.

7. રોહિતે ડાઈવ લગાવીને ચોગ્ગો બચાવ્યો

38મી ઓવરમાં રોહિત શર્માએ શાનદાર ફિલ્ડિંગ કરી. અર્શદીપ સિંહના બોલ પર બ્રેવિસે કટ શોટ રમ્યો અને બોલ પોઈન્ટની પાછળ જતો દેખાયો. ત્યારે રોહિતે ડાબી બાજુએ અદ્ભુત ડાઈવ લગાવીને ચોગ્ગો બચાવ્યો.

આગળની જ ઓવરમાં રોહિતે પોતાની ફિલ્ડિંગનો કમાલ ફરી બતાવ્યો. કુલદીપ યાદવના બોલ પર બ્રેવિસે સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો. બોલ હવામાં ગયો. રોહિત ઝડપથી દોડતો આવ્યો અને શાનદાર રનિંગ કેચ પકડ્યો.

8. બોશની વિકેટ પછી કોહલી-કુલદીપે કપલ ડાન્સ કર્યો

43મી ઓવરમાં કુલદીપ યાદવે કોર્બિન બોશને પોતાની જ બોલ પર કેચ પકડીને આઉટ કર્યો. વિકેટ મળતા જ તેની પાસે ઉભેલા વિરાટ કોહલી પણ સેલિબ્રેશનમાં સામેલ થઈ ગયો અને બંનેએ મજેદાર અંદાજમાં કપલ ડાન્સ કર્યો. એકબીજાનો હાથ પકડીને ખભેખભા મિલાવીને બંનેનો ડાન્સ જોઈને ટીમના સાથીઓ પણ હસી પડ્યા. બોશ 12 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

9. રોહિતે કુલદીપને રિવ્યુ લેવાની ના પાડી

43મી ઓવરમાં કુલદીપ યાદવે LBW અપીલ પર રિવ્યુ લેવાનો પ્રયાસ કર્યો. તેણે કેપ્ટન કેએલ રાહુલ તરફ જોયું, પરંતુ ફર્સ્ટ સ્લિપ પર ઉભેલા રોહિત શર્માએ તરત જ ઈશારામાં ના પાડી દીધી. ઓવરના પાંચમા બોલ પર કુલદીપે અંદરની તરફ સ્પિન થતો બોલ નાખ્યો. એનગિડી આગળ વધીને રમવામાં ચૂકી ગયો અને બોલ સીધો પેડ પર વાગ્યો.

કુલદીપે જોરદાર અપીલ કરી, પરંતુ રોહિતે શાંત મગજથી સંકેત આપ્યો કે બોલિંગ માર્ક પર પાછા જાઓ. રિપ્લેમાં દેખાયું કે બોલ લેગ સ્ટમ્પની બહાર જઈ રહ્યો હતો, આવી સ્થિતિમાં રોહિતનો રિવ્યુ ન લેવાનો નિર્ણય બિલકુલ સાચો રહ્યો.

10. કોહલીનો નો-લુક સિક્સ

34મી ઓવરમાં વિરાટ કોહલીએ નો-લુક સિક્સર ફટકારી. કોર્બિન બોશની ઓવરનો છેલ્લો બોલ ઓફ સ્ટમ્પ પર શોર્ટ ઓફ ગુડ લેન્થ હતો. કોહલી સહેજ આગળ વધ્યો અને ડીપ મિડવિકેટ ઉપરથી બોલને 87 મીટર દૂર મોકલી દીધો. શોટ પછી તેમણે બોલર તરફ જોતા બેટ ફેરવ્યું.

11. કોહલીએ ચોગ્ગાથી મેચ જીતાડી

40મી ઓવરમાં વિરાટ કોહલીએ સતત બે ચોગ્ગા ફટકારીને ભારતને 9 વિકેટે જીત અપાવી. એનગિડીની ઓવરની ચોથી અને 5મી બોલ પર કોહલીએ કવર્સ દિશામાં શાનદાર શોટ ફટકાર્યા અને બાઉન્ડ્રીની બહાર પહોંચાડી દીધા.

12. જીત પછી કોહલીએ કેક ખવડાવવાનું કહ્યું તો રોહિતે ના પાડી

ટીમ ઈન્ડિયા મેચ જીત્યા પછી ટીમ હોટલે પહોંચી હતી. જ્યાં સેન્ચુરિયન યશસ્વી જયસ્વાલ સાથે વિરાટ કોહલી અને ટીમના અન્ય સભ્યો પણ હતા. ત્યારે જયસ્વાલે કેપ કાપીને પહેલા કોહલીને ખવડાવી. આ પછી કોહલીએ જયસ્વાલને ઇશારો કર્યો કે રોહિતને ખવડાવ. યશસ્વી જેવો રોહિતને કેક ખવડાવવા ગયો તે તરત જ રોહિત બોલ્યો, 'મેં મોટા હો જાઉંગા...' આ સાંભળીને કોહલી જોર-જોરથી હસવા લાગ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયો છે.

Image Gallery